UAEમાં IPL-13 યોજાઈ શકે , જલ્દી જ ખેલાડીઓ માટે કેમ્પ લગાવી શકે છે BCCI

|

Sep 24, 2020 | 3:03 PM

કોરોના મહામારીના કારણે અત્યાર સુધી IPL-13નું આયોજન થઈ શક્યુ નથી પણ ક્રિકેટની આ સુપરહીટ લીગ સતત ચર્ચામાં છે. ખેલાડીઓથી લઈ ફેન્સ દરેક લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે IPLના સસ્પેન્સ પરથી પડદો હટશે. એક અહેવાલ મુજબ આ વર્ષે UAEમાં ઓક્ટોબર-નવેમ્બરમાં જ IPLનું આયોજન થઈ શકે છે. તેના માટે વાતચીત થઈ રહી છે. સાથે જ […]

UAEમાં IPL-13 યોજાઈ શકે , જલ્દી જ ખેલાડીઓ માટે કેમ્પ લગાવી શકે છે BCCI

Follow us on

કોરોના મહામારીના કારણે અત્યાર સુધી IPL-13નું આયોજન થઈ શક્યુ નથી પણ ક્રિકેટની આ સુપરહીટ લીગ સતત ચર્ચામાં છે. ખેલાડીઓથી લઈ ફેન્સ દરેક લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે IPLના સસ્પેન્સ પરથી પડદો હટશે. એક અહેવાલ મુજબ આ વર્ષે UAEમાં ઓક્ટોબર-નવેમ્બરમાં જ IPLનું આયોજન થઈ શકે છે. તેના માટે વાતચીત થઈ રહી છે. સાથે જ BCCI ખેલાડીઓ માટે પણ કેમ્પ લગાવવાની યોજના બનાવી રહ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ખેલાડીઓ અત્યાર સુધી મેદાનથી દૂર છે, કારણ કે ભારતમાં કોરોના વાઈરસ સતત ફેલાઈ રહ્યો છે. BCCIએ અત્યાર સુધી ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેમને ઘરની બહાર કાઢ્યા નથી. ભારતીય ટીમ ઘર પર જ પોતાની ફિટનેસનું ધ્યાન રાખી રહી છે પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત થયેલી IPLનું આયોજન વિદેશમાં કરવામાં આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલની સ્થિતીમાં UAEમાં નેશનલ કેમ્પ આયોજન કરવું પણ યોગ્ય રહેશે. એક વખત જ્યારે IPL માટે સ્થળ નક્કી થઈ જશે તો બીજા કામો પર જલ્દી જ આગળ વધી શકાશે. દુબઈમાં જો IPL થશે તો ફ્રેન્ચાઈઝી ટીમો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ખેલાડીઓ માટે પ્રેક્ટિસ કેમ્પનું આયોજન કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

IPLને ઓક્ટોબર-નવેમ્બરમાં યોજવાને લઈ ચર્ચા છે. ત્યારે એવામાં ટી-20 વિશ્વકપ ટળવાની આશંકા વધી રહી છે. કારણ કે આ દરમિયાન ટી-20 વિશ્વકપના આયોજનની તારીખો નક્કી છે. સાથે જ BCCI 17 જુલાઈએ યોજાનારી અપેક્સ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:44 pm, Wed, 15 July 20

Next Article