આઇપીએલને લઇને બીસીસીઆઇના પક્ષમાં આવ્યા રાહુલ દ્રવિડ, જણાવ્યું શા માટે જરુર છે વિસ્તારવાની જરુર

|

Nov 14, 2020 | 9:04 AM

આઇપીએલ 2020 સમાપ્ત થવા બાદ દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ પ્રચલીત લીગને વિસ્તારવા માટેના સમાચારો સામે આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, આવનારી સિઝનથી ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આઠના બદલે નવ ટીમો જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ સંભવિત યોજનાને હવે એક મજબુત અવાજનુ સમર્થન મળ્યુ છે. ટીમ ઇન્ડિયાના પુર્વ […]

આઇપીએલને લઇને બીસીસીઆઇના પક્ષમાં આવ્યા રાહુલ દ્રવિડ, જણાવ્યું શા માટે જરુર છે વિસ્તારવાની જરુર

Follow us on

આઇપીએલ 2020 સમાપ્ત થવા બાદ દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ પ્રચલીત લીગને વિસ્તારવા માટેના સમાચારો સામે આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, આવનારી સિઝનથી ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આઠના બદલે નવ ટીમો જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ સંભવિત યોજનાને હવે એક મજબુત અવાજનુ સમર્થન મળ્યુ છે. ટીમ ઇન્ડિયાના પુર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને આઇપીએલ ટીમોને વધારવા માટે સમર્થન કરતા કહ્યુ છે કે, આના થી લીગમાં વધુ ને વધુ પ્રતિભાશાળી ખેલાડીઓને મોકો મળી શકશે.

નેશનલ ક્રિકેટ એકેડેમીના ડાયરેક્ટર દ્રાવિડએ કહ્યુ કે દેશમાં અનેક ખેલાડી છે, જે આ સમય આઇપીએલમાં પણ મોકો નથી મળી શકતો. આવામાં આ પ્રતિભાશાળી ક્રિકેટરોને જોતા આઇપીએલને વિસ્તાર કરવામાં આવી શકે છે. ન્યુઝ એજેન્સી પીટીઆઇના રિપોર્ટના મુજબ, રાહુલ દ્રાવિડે આ વાત રાજસ્થાન રોયલ્સના કો-ઓનર મનોજ બદાલેની બુકને ઓનલાઇન વિમોચન કરવાના કાર્યક્રમ દરમ્યાન કહી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

દ્રવિડે કહ્યુ હતુ કે, જો તમે પ્રતિભાની નજર થી જોતા હોય તો, મને લાગે છે કે આઇપીએલ હવે વિસ્તાર માટે તૈયાર છે. અનેક એવા ટેલેન્ટેડ ખેલાડીઓ છે, જેમને રમવાનો મોકો મળી શકતો નથી. એટલા માટે મને લાગે છે કે આપણે હવે તેના માટે તૈયાર છીએ. કારણ કે ઘણાં બધા પ્રતિભાવન નામ અને ચહેરા સામે આવી રહ્યા છે. 

તો વળી બદાલેએ પણ આઇપીએલમાં નવમી ટીમને સામેલ કરવાને લઇને સમર્થન જાહેર કર્યુ છે, જોકે સાથે જ કહ્યુ છે કે આ ટુર્નામેન્ટમાં ક્વોલીટીનુ પણ ધ્યાન રાખવુ પડશે. તેમજ ઘણી ખરી મેચ બપોરે પણ કરવી પડશે. 10, નવેમ્બરે દુબઇમાં આઇપીએલ 2020 ફાઇનલ ના એક જ દીવસ બાદ જ ટીમોની સંખ્યાને વધારીને નવ કરવાના સમાચાર સામે આવ્યા હતા. બીસીસીઆઇ દિવાળી બાદ નવી ટીમોને લઇને લિલામીની પ્રકિયા શરુ થઇ શકે છે. જોકે હજુ એ વાત સાફ નથી કે, સિઝન 2021 માટે ફક્ત એક ટીમને વધારવામાં આવશે કે એક સાથે બે ટીમોને વધારવામાં આવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article