IPL: નડીયાદનો રિપલ પટેલ પણ દિલ્હીની ટીમમાં અક્ષર સાથે રમશે, બંને સાથે જ પ્રેકટીસ કરતા હતા

|

Feb 19, 2021 | 11:32 AM

IPL ની આગામી સિઝન માટે ચેન્નાઇમાં ગુરુવારે મિની ઓકશન (IPL Auction) યોજવામાં આવી હતી. જ્યાં આઇપીએલની તમામ આઠ ફ્રેન્ચાઇઝીએ ઉત્સુકતા સાથે ભારતીય અનકેપ્ડ ખેલાડીઓની ખરીદી કરી હતી. જેમાં શાહરુખ ખાન થી લઇને ગુજરાતના ચેતન સાકરીયા અને રિપલ પટેલ જેવા ખેલાડીઓને પણ ખરિદ કરવામાં આવ્યા હતા.

IPL: નડીયાદનો રિપલ પટેલ પણ દિલ્હીની ટીમમાં અક્ષર સાથે રમશે, બંને સાથે જ પ્રેકટીસ કરતા હતા
2018માં તેણે એક મેચમાં 24 સિક્સર લગાવીને સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.

Follow us on

IPL ની આગામી સિઝન માટે ચેન્નાઇમાં ગુરુવારે મિની ઓકશન (IPL Auction) યોજવામાં આવી હતી. જ્યાં આઇપીએલની તમામ આઠ ફ્રેન્ચાઇઝીએ ઉત્સુકતા સાથે ભારતીય અનકેપ્ડ ખેલાડીઓની ખરીદી કરી હતી. જેમાં શાહરુખ ખાન થી લઇને ગુજરાતના ચેતન સાકરીયા અને રિપલ પટેલ જેવા ખેલાડીઓને પણ ખરિદ કરવામાં આવ્યા હતા. નડિયાદના રિપલ પટેલ (Ripal Patel) ને દિલ્હી કેપિટલ્સે ખરીદ કર્યો હતો. રિપલ પટેલ અનકેપ્ડ ખેલાડી છે અને તેને બેઝ પ્રાઇઝ પર જ દિલ્હી ખરીદ કર્યો છે. રિપલ એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન ખેલાડી છે. આ પહેલા પણ દિલ્હી પાસે નડીયાદના અક્ષર પટેલ પણ ટીમમાં સામેલ છે. જેની સાથે તે પ્રેકટીશ કરતો હતો.

નડીયાદના પિપલગ રોડ પર રહેતો રિપલ પટેલ ના માતા ગૃહીણી છે અને પિતા ડ્રાયવિંગ કરીને ગુજરાન ચલાવે છે. 20 લાખમાં રિપલને ખરિદ કરવાામં આવતા તેની માતા રંજન પટેલ અને પિતા વિનુભાઇ પટેલ પણ ખુશ થઇ ઉઠ્યા હતા. સામાન્ય જીવન ગુજારતા પરિવારને રિપલ પટેલ થી ખુબ આશાઓ હતી. રિપલ પટેલે સ્થાનિક ખેડા જીલ્લા ક્રિકેટ એસોસિએશન તરફ થી રમતની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેને 2018માં ડીવાય પાટીલ T20 માં નેશનલ સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળી હતી. ઉપરાંત વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેણે ગુજરાત તરફ થી હિસ્સો લીધો હતો. જેમાં તેનો દેખાવ પ્રભાવશાળી રહ્યો હતો. તેનો સ્ટ્રાઇક રેટ પણ ઘણો ઉંચો રહ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અગાઉ ગત વર્ષે પણ તે આઇપીએલમાં જોડાવવા માટે પ્રયોસમાં અને ચર્ચામા હતો પરંતુ તેને નિરાશા સાંપડી હતી. જોકે આ વખતે મિની ઓકશનમાં દિલ્હી કેપિટલ્સ એ તેને મોકો આપ્યો હતો. 2018માં તેણે એક મેચમાં 24 સિક્સર લગાવીને સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. તો ગત વર્ષે તેણે ચાર T20 મેચોમાં ચાર અર્ધશતક લગાવ્યા હતા. રિપલ તેનો આદર્શ ક્રિકેટર પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ને માને છે. સ્થાનિક એકેડમીમાં તે અને ભારતીય ટેસ્ટ ટીમાં ડેબ્યુ કરનાર દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ સાથે પ્રેકટીશ કરતા હતા. હાલ તે અભય કુરુવિલ્લાનુ કોચિંગ મેળવી રહ્યો છે.

Next Article