IPL Auction: શાહરૂખ ખાન પ્રીતિ ઝિન્ટાની ટીમમાં જોડાયો, અભિનેત્રીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

|

Feb 19, 2021 | 3:10 PM

કિંગ્સ પંજાબે તમિળનાડુના બેટ્સમેન શાહરૂખ ખાનને 5.25 કરોડમાં ખરીદ્યો છે. શાહરૂખ ખાન પંજાબ કિંગ્સમાં સામેલ થયા બાદ પ્રીતિ ઝિન્ટા ખુશીથી ઝુમી ગઈ હતી.

IPL Auction: શાહરૂખ ખાન પ્રીતિ ઝિન્ટાની ટીમમાં જોડાયો, અભિનેત્રીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ
Preity Zinta

Follow us on

ચેન્નઇમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 સીઝન માટે ગુરુવારે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમિળનાડુના બેટ્સમેન શાહરૂખ ખાન પંજાબ કિંગ્સમાં સામેલ થયા બાદ પ્રીતિ ઝિન્ટા ખુશીથી ઝુમી ગઈ હતી.

રોયલ ચેલેન્જર્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી

તમને જણાવી દઈએ કે, કિંગ્સ પંજાબે તમિળનાડુના બેટ્સમેન શાહરૂખ ખાનને 5.25 કરોડમાં ખરીદ્યો છે. બેટ્સમેન શાહરૂખ ખાનની બેસ પ્રાઈસ 20 લાખ હતી, ત્યારબાદ તેને ખરીદવા માટે રોયલ ચેલેન્જર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે તેને ખરીદવા માટે સ્પર્ધા થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

દિલ્હી કેપિટલ્સ શાહરૂખ ખાનને ખરીદવા માટે 1 કરોડની બોલી લગાવે છે, ત્યારબાદ ધીરે ધીરે તે 2 કરોડ થઈ ગઈ છે. પરંતુ બેંગ્લોરે 20 લાખ રૂપિયાનો વધારો કર્યો અને કિંગ્સ પંજાબે 2.40 કરોડની બોલી લગાવી. જોતા જોતા બેંગ્લોરે 3 કરોડની બોલી લગાવી હતી, ત્યારબાદ આખરે પંજાબ કિંગ્સે તેને 5.25 કરોડમાં ખરીદ્યો હતો.

https://twitter.com/IPL/status/1362371926514049027

 

ઇન્ડિયન પ્રીમિયર લીગ એ પ્રીતિ ઝિન્ટાનો વીડિયો શેર કર્યો

શાહરૂખ ખાન ટીમમાં સામેલ થયા બાદ પંજાબ કિંગ્સની સહ-માલીક પ્રીતિ ઝિન્ટા ખુશીથી ઝુમી ઉઠી હતી. આ વીડિયોમાં તેમની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. ચાલો તમને જણાવી દઈએ કે, શાહરૂખની કારકિર્દીની શરૂઆત 2014 માં થઈ હતી. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સે  તેને બેઝ પ્રાઈસ પર ખરીદ્યો. તેની બેઝ પ્રાઈસ 20 લાખ હતી.

Next Article