IPL Auction: ઓકશનમાં ભાગ લેનાર ફ્રેન્ચાઇઝી અને અધિકારીઓએ અનુસરવી પડશે કોરોના ગાઇડલાઇન

|

Jan 28, 2021 | 10:09 AM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ના ઓકશનને લઇને હવે દિવસો ગણવાાં આવી રહ્યા છે. કારણ કે હવે BCCI એ તેના આયોજનની તારીખ અને સ્થળ પણ જાહેર કરી દીધા છે. T20 લીગની 14 મી સિઝન માટેના ઓકશન (IPL Auction) ને લઇને કોવિડ-19 ના માહોલને લઇને કેટલાક નિયમો BCCI ઘડ્યા છે.

IPL Auction: ઓકશનમાં ભાગ લેનાર ફ્રેન્ચાઇઝી અને અધિકારીઓએ અનુસરવી પડશે કોરોના ગાઇડલાઇન
કોવિડ-19 ના માહોલને લઇને કેટલાક નિયમો BCCI ઘડ્યા છે.

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ના ઓકશનને લઇને હવે દિવસો ગણવાાં આવી રહ્યા છે. કારણ કે હવે BCCI એ તેના આયોજનની તારીખ અને સ્થળ પણ જાહેર કરી દીધા છે. T20 લીગની 14 મી સિઝન માટેના ઓકશન (IPL Auction) ને લઇને કોવિડ-19 ના માહોલને લઇને કેટલાક નિયમો BCCI ઘડ્યા છે. જેનુ પાલન ટીમના માલિકો અને અધિકારીઓએ કરવુ પડશે. IPL 2021 માટે હરાજી ચેન્નાઇ (Chennai) માં થનારી છે.

ક્રિકબઝની એક રિપોર્ટનુસાર બીસીસીઆઇ એ ચેન્નાઇમાં IPLના ઓકશનમાં ભાગ લેનાર માટે માપદંડ તૈયાર કર્યા છે. ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થાય એ પહેલા ખેલાડીઓએ ક્વોરન્ટાઇન રહેવુ પડે છે. પરંતુ ઓકશન માટે પણ IPL ફેન્ચાઇઝી ના માલિક અને અધિકારીઓએ જોકે તેમાંથી નહી પસાર થવુ પડે. જોકે તેમણે ઓકશનના 72 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ ના બે નેગેટીવ રીપોર્ટ રજૂ કરવા પડશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ચેન્નાઇ ની જે હોટલમાં IPL ઓકશન યોજાશે, તે સ્થળે પણ તમામ લોકોનો એક એક કોરોના ટેસ્ટ થશે. જેને લઇને BCCI સીઇઓ હેમાંગ અમીન એ તમામને મેઇલ પણ કર્યા છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, વિનંતી થી ધ્યાન રાખશો કે, ચેન્નાઇમાં ખેલાડીઓની હરાજીમાં ભાગ લેનાર ટીમના તમામ સદસ્યોએ, ઓકશનની તારીખના 72 કલાક અગાઉ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે નેગેટિવ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. ચેન્નાઇમાં થનારા ઓકશનથી પહેલા હાજર સદસ્યો માટે કાર્યક્રમ સ્થળ પર પણ એક પરિક્ષણ કરવામાં આવશે.

Next Article