IPL Auction 2021: પરેરા, બીલીંગ્સ અને ફીલીપ જેવા વિકેટકીપરને કોઇ ખરીદદાર ના મળ્યુ

|

Feb 18, 2021 | 5:34 PM

આઇપીએલ (IPL Auction) ની આગામી સિઝન માટે ચેન્નાઇમાં મીની ઓકશન યોજાઇ રહી છે. ક્રિસ મોરીસ (Chris Morris) અને ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા વિદેશી ખેલાડીઓ પર ફેંચાઇઝીઓએ બોલીમાં ચરસાચરસી કરી દીધી હતી.

IPL Auction 2021: પરેરા, બીલીંગ્સ અને ફીલીપ જેવા વિકેટકીપરને કોઇ ખરીદદાર ના મળ્યુ
સેમ બીલીંગ્સને પણ આ વખતે કોઇ ટીમે તક ના આપી.

Follow us on

આઇપીએલ (IPL Auction) ની આગામી સિઝન માટે ચેન્નાઇમાં મીની ઓકશન યોજાઇ રહી છે. ક્રિસ મોરીસ (Chris Morris) અને ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા વિદેશી ખેલાડીઓ પર ફેંચાઇઝીઓએ બોલીમાં ચરસાચરસી કરી દીધી હતી. તો આ દરમ્યાન સેમ બિલીંગ્સ (Sam Billings), કુશલ પરેરા (Kusal Perera) અને ગ્લેન ફિલીપ (Glenn Phillips) જેવા વિકેટકીપર ખેલાડીઓમાં ટીમોએ રસ જ ના દાખવ્યો.

શ્રીલંકન 30 વર્ષીય વિકેટકીપર ખેલાડી કુશલ પરેરા એ આઇપીએલ થી દુર રહેવુ પડ્યુ છે. તેણે 50 લાખ રુપિયા બેઝ પ્રાઇઝ સાથે આઇપીએલમાં રમવાની ઇચ્છા દર્શાવી રજીસ્ટ્રેશન કર્યુ હતુ. પરંતુ તેને કોઇ ટીમે ભાવ દર્શાવ્યો નહોતો. વર્ષ 2013માં પરેરા રાજસ્થાન રોયલ્સ વતી રમ્યો હતો. ત્યાર થી તે આજ સુધી આઇપીએલ થી દુર રહ્યો છે. આ ઉપરાંત 24 વર્ષીય ન્યુઝીલેન્ડનો વિકેટકિપર ગ્લેન ફિલીપને પણ કોઇએ ખરીદ કર્યો નહોતો. તે ન્યુઝીલેન્ડ તરફ થી 17 T20 મેચ રમી ચુક્યો છે અને 136.86 ની સ્ટ્રાઇક રેટ ધરાવે છે. તેણે એક અર્ધ શતક અને 26 ચોગ્ગા તેમજ 17 છગ્ગા લગાવ્યા છે. આઇપીએલમાં કેરિયરની શરુઆત કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો પરંતુ અનસોલ્ડ રહ્યો હતો.

સેમ બીલીંગ્સને પણ આ વખતે કોઇ ટીમે તક ના આપી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 2019માં તે આઇપીએલમાં તેની છેલ્લી મેચ રમ્યો હતો. બીલીંગ્સ એ 2016માં કલકત્તા નાઇટ રાઇડર્સ સાથે જોડાઇને આઇપીએલની સફર શરુ કરી હતી. પરંતુ 2021માં તેને ખરીદનાર કોઇ મળી શક્યુ નહી. તે આઇપીએલમાં 22 મેચ રમી ચુક્યો છે અને 3 અર્ધ શતક પણ લગાવી ચુક્યો છે. જોકે આઇપીએલમાં તેનુ પ્રદર્શન આકર્ષક રહ્યુ નહોતુ. તેની 2 કરોડ રુપિયા બેઝ પ્રાઇઝ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઇંગ્લેંડના એલેક્સ હેલ્સ પણ ખરીદ થઇ શક્યો નહોતો. તે છેલ્લે 2018માં આઇપીએલનો હિસ્સો હતો અને માત્ર 6 મેચ રમીને 148 રન કર્યા હતા. ઓસ્ટ્રેલીયાનો એલેક્સ કેરી પણ ટીમોને ખાસ આકર્ષી શક્યો નહોતો. તે આઇપીએલમાં ગત સિઝનમાં ડેબ્યુ કરીને માત્ર 3 જ મેચ રમી શક્યો છે. જેમાં તે માત્ર 32 રન કરી શક્યો છે.

Next Article