IPL Auction 2021: ટેમ્પોચાલકના પુત્રની બોલબાલા, Chetanને રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડમાં ખરીદ્યો

|

Feb 18, 2021 | 8:07 PM

IPL Auction 2021માં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા (Chetan Sakariya)ને રાજસ્થાન રોયલ્સે (RR) 1.2 કરોડમાં ખરીદી લીધો છે.

IPL Auction 2021: ટેમ્પોચાલકના પુત્રની બોલબાલા, Chetanને રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડમાં ખરીદ્યો

Follow us on

IPL Auction 2021માં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા (Chetan Sakariya)ને રાજસ્થાન રોયલ્સે (RR) 1.2 કરોડમાં ખરીદી લીધો છે. ભાવનગરના વરતેજ ગામના સામાન્ય પરિવારમાં જન્મેલા ચેતનને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. પરંતુ આર્થિક સંકળામણના કારણે ક્રિકેટર બનવાનું સપનું પૂરુ કરવુ ખૂબ મુશ્કેલ હતુ, પરંતુ તેણે ક્યારે હાર ના માની. તેની કારકીર્દી પાછળ તેના મામાનો મોટો હાથ છે, તેના મામા મનસુખભાઈએ તેને ક્રિકેટ ટ્રેનિંગમાં ખૂબ મદદ કરી અને ચેતને પણ ખૂબ મહેનત કરી અને ક્યારેય પાછળ ફરીને જોયુ નહીં. 22 વર્ષના આ ફાસ્ટ બોલરે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપવાની સાથે 12 વિકેટ પણ લીધી હતી.

 

IPL Auction 2021માં ઉભરી આવેલા ચેતન વિશે કેટલીક રસપ્રદ વાતો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

– ચેતનના પપ્પા કાનજીભાઈ ટેમ્પો ચલાવતા હતા અને તેના માતા વર્ષાબેન ગૃહિણી છે.

– તે 12 સાયન્સ પાસ છે અને આગળ તે ભણી શક્યો નથી.

– યુવરાજ સિંહ અને જુનેદ ખાન તેના ફેવરિટ ક્રિકેટર છે.

– ક્રિકેટનો એટલો તો શોખ કે કેટલીક પરિક્ષામાં પણ ગેરહાજર રહ્યો હતો.

– ચેન્નાઈ ખાતે આવેલી MRF એકેડમીમાં તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રા હેઠળ ટ્રેનિંગ કરી છે.

– ચેતન સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મેન ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો.

– IPL 2020માં RCB સાથે નેટ બોલર તરીકે રહ્યો.

 

આ પણ વાંચો: IPL Auction 2021: આ વિદેશી ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા, જાણો વિગત

Next Article