IPL Auction 2021: બાંગ્લાદેશના ખેલાડી Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો

|

Feb 19, 2021 | 1:18 PM

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું ઓક્શન  ચેન્નાઈમાં યોજાયું હતું.  આઈપીએલ 2021ના ઓક્શનમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો છે.

IPL Auction 2021: બાંગ્લાદેશના ખેલાડી Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો

Follow us on

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ચેન્નાઈમાં યોજાયું હતું.  આઈપીએલ 2021ના ઓક્શનમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો છે. બાંગ્લાદેશના આ યુવા ખેલાડી Mustafizur Rahmanએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમની તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે ટ્રોફી જીતી હતી. જેમાં તેમણે 17 મેચોમાં 16 વિકેટ લીધી હતી. તેને ‘ટુર્નામેન્ટના ઉભરતા પ્લેયર’ તરીકેનું નામ પણ આપવામાં આવ્યું હતું. તેમની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા જ હતી.

 

IPLની 14મી સીઝન માટેનું ઓક્શન આજે ચેન્નાઈમાં શરૂ થયું છે, જેમાં અત્યાર સુધી વિદેશી અને ભારતીયો ખેલાડીઓનું ઓક્શન ચાલુ છે. જેમાં અત્યાર સુધી સ્ટીવ સ્મિથ, ક્રિસ મોરિસ, શકીબ અલ હસન, મોઈન અલી અને મેક્સવેલ જેવા ખેલાડીઓને અલગ અલગ ટીમે ખરીદ્યા છે. જેમાં ક્રિસ મોરિસ 16.25 કરોડ અને મેક્સવેલ 14. 25 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

 

આઈપીએલ મેનેજમેન્ટે 292 ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. જે ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થશે. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના સહયોગી સભ્યોનો પણ છે.

 

હરાજીની યાદીમાં 164 ભારતીય, 125 વિદેશી અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. કુલ 61 સ્થાનો ભરવા માટે આઠ ફ્રેન્ચાઈઝી બોલી લગાવશે. આઈપીએલ ટીમોમાં મહત્તમ ખેલાડીઓની સંખ્યા 25 હોઈ શકે છે, એટલે કે કોઈ પણ ટીમમાં 25થી વધુ ખેલાડીઓ નથી રાખી શકાતા. તે જ સમયે, તેણે ઓછામાં ઓછા 18 ખેલાડીઓ રાખવાનો નિયમ છે. બીસીસીઆઈના આ નિયમો હેઠળ તમામ ટીમોએ તેમના કુલ બજેટનો 75 ટકા ખર્ચ કરવો જરૂરી છે.

 

આ પણ વાંચો: IPL Auction 2021: ગુજરાતના આ ચાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, આ વખતની સિઝનમાં રમવાની હતી આશા

Published On - 6:10 pm, Thu, 18 February 21

Next Article