IPL Auction 2021 : ભારતીય ખેલાડી Shivam Dube ને રાજસ્થાન રોયલ્સે 4. 40 કરોડમાં ખરીદ્યો

|

Feb 18, 2021 | 4:57 PM

IPL Auction 2021 માં ભારતીય ખેલાડી Shivam Dube ને રાજસ્થાન રોયલ્સે 4. 40 કરોડ ખરીદ્યો છે. 25 વર્ષનો ઓલરાઉન્ડર તેની બેટિંગ અને બોલિંગના લીધે ચર્ચામાં રહ્યો છે. શિવમ દુબે મુંબઈ સિનિયર ટીમમાં સ્થાન મેળવતા પહેલા માટે જુનિયર ક્રિકેટ રમ્યા હતા.

IPL Auction 2021 : ભારતીય ખેલાડી Shivam Dube ને રાજસ્થાન રોયલ્સે 4. 40 કરોડમાં ખરીદ્યો

Follow us on

IPL Auction 2021 માં ભારતીય ખેલાડી Shivam Dube ને રાજસ્થાન રોયલ્સે 4. 40 કરોડ ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 50 લાખ હતી.  25 વર્ષનો ઓલરાઉન્ડર તેની બેટિંગ અને બોલિંગના લીધે ચર્ચામાં રહ્યો છે. શિવમ દુબે મુંબઈ સિનિયર ટીમમાં સ્થાન મેળવતા પહેલા માટે જુનિયર ક્રિકેટ રમ્યા હતા. તેમણે જાન્યુઆરી 2016 માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ તરફથી ટી- ૨૦ ડેબ્યૂ કર્યું હતું અને એક વર્ષ બાદ રાજ્યની ટીમમાં વનડે ડેબ્યૂ કર્યું હતું.

આઈપીએલ 2019 પહેલા હરાજીની પૂર્વસંધ્યાએ દુબેએ બરોડા સામે મુંબઇની રણજી ટ્રોફી મેચના અંતિમ દિવસે ડાબોડી સ્પિનર સ્વપ્નિલ સિંહના પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે   5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL Auction 2021 : IPLની 14મી સીઝન માટેનું  ઓક્શન આજે  ચેન્નઈમાં શરૂ થયું છે . આંતરરાષ્ટ્રીય ટી -20 રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવનાર બેટ્સમેન Dawid Malan  પ્રથમ વખત ઓકશનમાં ભાગ લઇ રહ્યો છે. જેમાં  સ્ટીવ સ્મિથ અને શાકિબ અલ હસન પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ઓક્શન પુલમાં પરત આવ્યા છે. ત્યારે આઠ ફ્રેન્ચાઇઝી આ ખેલાડીઓ માટે ઓકશનમાં હિસ્સો લઇ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આઈપીએલ મેનેજમેન્ટે 292 ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. જે ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થશે. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સહયોગી સભ્યોનો પણ છે.

હરાજીની યાદીમાં 164 ભારતીય, 125 વિદેશી અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. કુલ 61 સ્થાનો ભરવા માટે આઠ ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આઇપીએલ ટીમોમાં મહત્તમ ખેલાડીઓની સંખ્યા 25 હોઈ શકે છે, એટલે કે કોઈ પણ ટીમમાં 25 થી વધુ ખેલાડીઓ નથી રાખી શકાતા. તે જ સમયે, તેણે ઓછામાં ઓછા 18 ખેલાડીઓ રાખવાનો નિયમ છે. બીસીસીઆઈના આ નિયમો હેઠળ તમામ ટીમોએ તેમના કુલ બજેટનો 75 ટકા ખર્ચ કરવો જરૂરી છે.

Published On - 4:09 pm, Thu, 18 February 21

Next Article