IPL Auction 2021: અર્જૂન તેંડુલકરને ટ્રોલ કરાતા બહેન સારા તેંડુલકરે આપ્યો જબરદસ્ત જવાબ

|

Feb 20, 2021 | 12:04 AM

ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની 14મી સિઝન માટે ખેલાડીઓનું ઓકશન (IPL Auction) આ વખતે ચેન્નાઇમાં યોજવામાં આવ્યુ હતુ. ઓકશન લીસ્ટમાં આ વખતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના પુત્ર અર્જૂન તેંડુલકર (Arjun Tendulkar)નું નામ પણ સામે આવ્યુ હતુ.

IPL Auction 2021: અર્જૂન તેંડુલકરને ટ્રોલ કરાતા બહેન સારા તેંડુલકરે આપ્યો જબરદસ્ત જવાબ

Follow us on

ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની 14મી સિઝન માટે ખેલાડીઓનું ઓકશન (IPL Auction) આ વખતે ચેન્નાઇમાં યોજવામાં આવ્યુ હતુ. ઓકશન લીસ્ટમાં આ વખતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના પુત્ર અર્જૂન તેંડુલકર (Arjun Tendulkar)નું નામ પણ સામે આવ્યુ હતુ. તેનું નામ આવતા જ તે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થવા લાગ્યો હતો. તેના નામની ચર્ચા પણ ખૂબ થવા લાગી હતી. ઓકશનમાં અંતિમ બોલી અર્જૂનના નામની બોલાઈ હતી. જેને મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indians) બેઝ પ્રાઈઝ એટલે કે, 20 લાખ રુપિયામાં ખરીદી લીધો હતો. તેની ખરીદી બાદ પણ તે ટ્રોલ થવામાં અટક્યો નહોતો. જોકે આ દરમ્યાન અર્જૂનની બહેન સારા તેંડુલકરે (Sara Tendulkar) ઈન્સ્ટાગ્રામ દ્વારા ભાઈના આલોચકોને જવાબ પાઠવ્યો હતો.

 

સારાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકીને ભાઈ અર્જૂન તેંડુલકરને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ એક દમદાર મેસેજ પણ લખ્યો હતો. તેણે લખ્યુ હતુ કે, કોઈ પણ તમારાથી આ ઉપલબ્ધી છીનવી શકતુ નથી. આ તમારુ જ છે. મને તમારા પર ગર્વ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

સારા તેંદુલકર એ ઇન્સ્ટાગ્રામ દ્રારા ભાઇના આલોચકોને જવાબ પાઠવ્યો હતો.

 

અર્જૂનને ટ્રોલ કરતા ફેન્સએ કહ્યુ હતુ કે, તેમને તેંડુલકર સરનેમના કારણે ખરીદવામાં આવ્યા છે તો મુંબઈ ઈન્ડીયન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઝહીર ખાને કહ્યુ હતુ કે,અર્જૂન એક મહેનતુ યુવાન છે, તેણે પોતાને સાબિત કરવો પડશે. અર્જૂન તેંડુલકર ટીમમાં સામેલ થવાને લઈને કોચ, સપોર્ટ સ્ટાફ અને ટીમ માલિકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

 

આ પણ વાંચો: IPL Auction 2021: કુમાર સંગાકારાએ ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સમાં સમાવવાની ભૂમિકા બતાવી

Next Article