IPL: અર્જૂન તેંડુલકર કહ્યુ હું બાળપણથી જ મુંબઇ ઇન્ડીયન્સનો ફેન, જુઓ વિડીયો

|

Feb 19, 2021 | 9:55 AM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની 14મી સિઝન માટે ખેલાડીઓનુ ઓકશન (IPL Auction) 18 ફ્રેબુઆરી ચેન્નાઇમાં યોજવામા આવ્યુ હતુ. ઓકશનના સૌથી અંતમાં સચિન તેંદુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જૂન તેંદુલકર (Arjun Tendulkar) ની બોલી લાગી હતી. આ પહેલો મોકો હતો, જ્યારે અર્જૂન તેંદુલકર આઇપીએલ ઓકશનનો હિસ્સો હતા.

IPL: અર્જૂન તેંડુલકર કહ્યુ હું બાળપણથી જ મુંબઇ ઇન્ડીયન્સનો ફેન, જુઓ વિડીયો
મુંબઇ ઇન્ડીયન્સે તેને બેઝ પ્રાઇઝ પર જ ખરીદ કર્યો હતો.

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની 14મી સિઝન માટે ખેલાડીઓનુ ઓકશન (IPL Auction) 18 ફ્રેબુઆરી ચેન્નાઇમાં યોજવામા આવ્યુ હતુ. ઓકશનના સૌથી અંતમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જૂન તેંડુલકર (Arjun Tendulkar) ની બોલી લાગી હતી. આ પહેલો મોકો હતો, જ્યારે અર્જૂન તેંડુલકર આઇપીએલ ઓકશનનો હિસ્સો હતા. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રુપિયા હતી. મુંબઇ ઇન્ડીયન્સે તેને બેઝ પ્રાઇઝ પર જ ખરીદ કર્યો હતો. અર્જુન તેંડુલકર પાછળની સિઝનમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની ટીમ સાથે નેટ બોલીંગ કરતો નજરે ચઢ્યો હતો. તે ટીમ સાથે યુએઇ પણ ગયો હતો.

ઓકશનની શરુઆત પહેલા થી જ આ અંગે ક્યાસ લગાવવામા આવી રહ્યો હતો કે, અર્જૂન મુંબઇનો હિસ્સો બની શકે છે. અંતમા એજ તર્ક મુજબ થયુ હતુ. મુંબઇ ઇન્ડીયન્સ એ ઓકશન બાદ અર્જૂનના એક વિડીયોને શેર કર્યો હતો. , જેમાં તેણે કોચ, સપોર્ટ સ્ટાફ અને ટીમ માલિકોનો આભાર માન્યો છે. અર્જૂન એ આ વિડીયોમાં કહ્યુ હતુ કે, હું બાળપણ થી જ મુંબઇ ઇન્ડીયનનો મોટો ફેન રહ્યો છુ. હું કોચ અને સપોર્ટ સ્ટાફ તથા ટીમ માલિકોનો આભાર વ્યક્ત કરુ છુ, કે તેમણે મારામાં ભરોસો દર્શાવ્યો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અર્જૂન એ આગળ પણ કહ્યુ હતુ કે, હું મુંબઇ પલટન જોઇન્ટ કરીને ખુબ જ એકસાઇટેડ છુ. હું બ્લુ ગોલ્ડન જર્સી પહેરવા માટે ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યો છુ. અર્જૂન એ ઓકશનના એક દિવસ અગાઉ જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો સ્ટોરી શેર કરી હતી. જેમાં તે મુંબઇ ઇન્ડીયન્સની જર્સીમાં નજરે આવી રહ્યા હતા. અર્જૂન ઓકશન શરુ થવાના પહેલા થી ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.

Next Article