IPL: અર્જૂન તેંદુલકર પણ ઓક્શનમાં સામેલ થઇ શકે છે, અર્જૂનને લઇને ટીમોમાં થઇ શકે છે ટક્કર

|

Jan 17, 2021 | 10:39 AM

અર્જૂન તેંદુલકર (Arjun Tendulkar) એ હાલમાંજ મુંબઇ (Mumbai) ની સિનીયર ટીમમાં ડેબ્યુ કર્યુ છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં હરિયાણા સામે મેચ રમી હતી. આ પહેલા તે વર્ષ 2018માં ભારતીય અંડર-19 ટીમનો હિસ્સો પણ રહી ચુક્યો છે. ત્યાર બાદ તેણે બે વર્ષ સુધી ઘરેલુ ક્રિકેટના મોકોની રાહ જોવી પડી હતી.

IPL: અર્જૂન તેંદુલકર પણ ઓક્શનમાં સામેલ થઇ શકે છે, અર્જૂનને લઇને ટીમોમાં થઇ શકે છે ટક્કર
Arjun Tendulkar

Follow us on

અર્જૂન તેંદુલકર (Arjun Tendulkar) એ હાલમાંજ મુંબઇ (Mumbai) ની સિનીયર ટીમમાં ડેબ્યુ કર્યુ છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં હરિયાણા સામે મેચ રમી હતી. આ પહેલા તે વર્ષ 2018માં ભારતીય અંડર-19 ટીમનો હિસ્સો પણ રહી ચુક્યો છે. ત્યાર બાદ તેણે બે વર્ષ સુધી ઘરેલુ ક્રિકેટના મોકોની રાહ જોવી પડી હતી. સચિન તેંદુલકર (Sachin Tendulkar,) પુત્ર 21 વર્ષીય અર્જૂન ઓલરાઉન્ડર છે. તે ડાબા હાથનો ઝડપી બોલર છે. ઇંગ્લેંડ ક્રિકેટ ક્લબ (England Cricket Club) નો પણ તે હિસ્સો છે. તેમ જ મુંબઇ માટે ડેબ્યુ કર્યા બાદ હવે તે IPL ના ઓક્શન (Auction) માં પણ સામેલ થઇ શકે છે. જો તે ઓક્શનમાં પોતાનુ નામ આપે છે, તો તેની પર બોલી લાગવાની શક્યતા છે.

આઇપીએલ 2021 માટે ઓકશનનુ આયોજન ફેબ્રુઆરીમાં થનારુ છે. આ વખતે મોટા સ્તર પર ઓકશનની નહી યોજાય, પરંતુ નાના પુલ સ્વરુપે જ બોલી બોલાઇ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે, આવનારા કેટલાક દિવસોમાં જ ઓક્શનની તારીખ જાહેર થઇ શકે છે. આ દરમ્યાન હવે અર્જૂન તેંદુલકર પાસે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઓછામાં ઓછી બે મેચ રમવાનો મોકો છે. તેના દ્રારા તે પોતાની દાવેદારી મજબૂત કરી શકે છે. અર્જૂન આઇપીએલ 2020 દરમ્યાન મુંબઇ ઇન્ડીયન્સ છાવણીમાં હતો. જ્યા તે નેટ બોલર હતો.

અર્જૂન માટે ડેબ્યુ મેચ કંઇ ખાસ નહોતી રહી. તેણે ત્રણ ઓવરની બોલીંગમાં 34 રન આપ્યા હતા, અને એખ વિકેટ ઝડપી હતી. જૂનિયર તેંદુલકર એ હરિયાણાના ઓપનર ચેતન્ય બિશ્નોઇને વિકેટકીપર આદિત્ય તારે ના હાથમાં કેચ ઝડપાવી દીધો હતો. આમ તેણે મુંબઇ ની સિનીયર ટીમ માટે તેણે પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી. જોકે અર્જૂનને હજુ બેટીંગ કરવા માટે એક પણ બોલનો સામનો કરવાનો મોકો મળ્યો નથી. કારણ કે પુરી ટીમ 19.3 ઓવરમાં ઓઉટ થઇ ગઇ હતી. તે 11 નંબર પર બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો અને બોલનો સામનો કર્યા વિનાજ નોટઆઉટ પરત ફરવુ પડ્યુ હતુ. આ મેચમાં મુંબઇ એ હાર મેળવી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તેંદુલકરને અન્ય એક ઝડપી બોલર કૃતિક હનાગાવાડી સાથએ મુંબઇની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેની પસંદગી સલિલ અંકોલાની આગેવાની વાળી પસંદગી સમિતી એ, બીસીસીઆઇ એ કુલ 22 ખેલાડીઓને પસંદ કરવાની અનુમતી બાદ કરી હતી. અર્જૂન મુંબઇ ના વિભિન્ન ઉંમરના ગૃપ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. અને તે એ ટીમનો હિસ્સો પણ હતો જે આમંત્રિત ક્રિકેટ રમે છે. અર્જૂન ભારતની રાષ્ટ્રીય ટીમ માં નેટ બોલીંગ કરતો પણ અગાઉ જોવા મળ્યો હતો. તે 2018માં અંડર-19 ટીમ ના શ્રીલંકાના પ્રવાસનો હિસ્સો પણ રહી ચુક્યો છે.

Next Article