
વિરાટ કોહલી મેદાન પર હોય ત્યારે રન ચોક્કસથી આવે છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પણ કંઈક આવું જ બન્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 34મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું. આ જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો. 184.09 ના સ્ટ્રાઈક રેટથી 44 બોલમાં 81 રન કર્યા. તેમાં 8 ચોગ્ગા અને 4 છક્કા સામેલ હતા. વિરાટની શાનદાર ઇનિંગ દરમિયાન એક રસપ્રદ ઘટના બની.
વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે 44 બોલમાં 81 રન બનાવ્યા. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો અને ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી. વિરાટ કોહલીએ 7 મેચમાં 328 રન બનાવ્યા. તેમાં અત્યાર સુધી 3 અડધી સદી સામેલ છે અને તેની સરેરાશ 54.66 છે. વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માને પાછળ છોડી દીધો. જેના 323 રન છે.
ગુજરાત ટાઇટન્સ સામે વિરાટ કોહલીએ અડધી સદી માર્યા બાદ, તે વધુ ખતરનાક બન્યો હતો. તેણે 14મી ઓવરમાં જેસન હોલ્ડરના બીજા બોલ પર છગ્ગો માર્યો અને પછી ત્રીજા બોલ પર બીજો છગ્ગો માર્યો. હોલ્ડરની બોલિંગ પર તેણે જે છગ્ગો માર્યો તે સીધો બાઉન્ડ્રી લાઇન પર પડ્યો હતો. અમ્પાયર ત્રીજા અમ્પાયરનો નિર્ણય લે તે પહેલા જ કોહલીએ પોતે જ તેને છક્કો જાહેર કર્યો હતો. આ જોઈને અમ્પાયર પણ હસવા લાગ્યા હતા. ખાસ વાત એ કે ત્રીજા અમ્પાયરે પણ કોહલીનો નિર્ણયને સાચો ગણાવ્યો હતો. જો કે, આગળની જ બોલ પર વિરાટ કોહલી બોલ્ડ થયો. વિરાટ સરળતાથી સદી કરી શક્યો હોત, પરંતુ હોલ્ડરે તેને બીજા જ બોલ પર બોલ્ડ કરીને આઉટ કર્યું.
વિરાટ કોહલી જ્યારે પણ મેચ રમે છે ત્યારે તે રેકોર્ડ બનાવે છે. આ મેચ દરમિયાન વિરાટે IPLમાં 300 છક્કા પૂરા કર્યા. તે પહેલા વિરાટ 800 ચોગ્ગા પણ પૂરા કરી ચૂક્યો છે. વિરાટ IPLમાં 1100થી પણ વધુ બાઉન્ડ્રી મારનાર એકમાત્ર ખેલાડી છે.
વિરાટ કોહલીએ કહ્યું કે મેચ જીતવા માટે ફક્ત પાર્ટનરશીપની જરૂર હતી. તેણે કહ્યું કે દેવદત્ત પડિક્કલની ઇનિંગે મેચમાં મોટો ફફરક પાડ્યો હતો. પડિકલ સાથેની તેની પાર્ટનરશીપે મેચનું પરિણામ બદલી નાખ્યું. કોહલીએ કહ્યું કે તેઓ માત્ર ક્રિઝ પર ટકીને રમવા માંગતા હતા.