
આઈપીએલ 2025ની 47મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટથી હાર આપી હતી. ગુજરાત ટાઈટન્સે રાજસ્થાનની ટીમને 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર ઈનિગ્સ રમી અને 35 બોલમાં સદી પુરી કરી હતી. તેની આ સદી બાદ તેના ચાહકોની સાથે કોચ રાહુલ દ્રવિડ પણ જશ્ન મનાવતા જોવા મળ્યા હતા.
Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅
Fastest TATA IPL hundred by an Indian ✅
Second-fastest hundred in TATA IPL ✅
Vaibhav Suryavanshi, TAKE. A. BOW ✨
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6
— IndianPremierLeague (@IPL) April 28, 2025
આઈપીએલમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.વૈભવે આ મેચમાં 35 બોલમાં પોતની સદી પુરી કરી હતી. તેમણે માત્ર 38 બોલમાં 101 રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન રાહુલ દ્રવિડ પોતાની વ્હીલચેર પરથી ઉભા થઈ ગયા હતા. અને તેની સદીનું સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા. સૂર્યવંશીની સદીના સેલિબ્રેશનમાં રાજસ્થાન રોયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડ પોતાનું દુખ પણ ભૂલી ગયા હતા. કે,તેને પગમાં ઈજા થઈ છે.
14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આ સદીથી અનેક રેકોર્ડ તોડ્યા છે. વૈભવ સૂર્યવંશી આઈપીએલના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે.આઈપીએલમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે.તેમણે 2013માં પુણે વોરિયર્સ વિરુદ્ધ 30 બોલમાં સદી ફટકારી હતી.
તમને જણાવી દઈએ કે,વૈભવ સૂર્યવંશીએ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેચમાં ડેબ્યુ કર્યું હતુ. પહેલી મેચમાં તેમણે 20 ઓવરમાં 34 રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે 2 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. આરસીબી વિરુદ્ધ બીજી મેચમાં 12 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધની મેચમાં વૈભવ સૂર્યવંશીની આઈપીએલની ત્રીજી મેચ હતી. જેમાં તેમણે સદી ફટકારી અનેક રેકોર્ડ તોડ્યા છે.