IPL 2024 મેચ હાર્યા બાદ હાર્દિકે મેદાનની વચ્ચોવચ્ચ લસિથ મલિંગાને માર્યો ધક્કો ! વાયરલ વીડિયોએ મચાવી ચકચાર

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા આઈપીએલ 2024ની સિઝનમાં ચર્ચાસ્પદ બન્યો છે. આજકાલ હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં હાર્દિક પંડ્યાએ જે કર્યું છે તેના કારણે તે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.

IPL 2024 મેચ હાર્યા બાદ હાર્દિકે મેદાનની વચ્ચોવચ્ચ લસિથ મલિંગાને માર્યો ધક્કો ! વાયરલ વીડિયોએ મચાવી ચકચાર
| Edited By: | Updated on: Mar 29, 2024 | 6:22 PM

IPL 2024: ગત બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરેલી હરકતને કારણે વિવાદ સર્જાયો છે. મેચ પૂર્ણ થયા બાદનો હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા જે રીતનું વર્તન કરે છે તેના કારણે તે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમના બોલિંગ કોચ લસિથ મલિંગાનેરીતસરનો ધક્કો મારતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાને ક્રિકેટ ફેન્સ સતત ટ્રોલ કરી રહ્યા છે.

આ ઘટના ગત બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચ બાદ બની હતી. મેચ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હતા ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ લસિથ મલિંગાએ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને મળી રહ્યાં હતા.

લસિથ મલિંગા મેચ બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને ગળે લગાવવા માંગતો હતો, પરંતુ હાર્દિક પંડ્યા તેની ટીમના બોલિંગ કોચ લસિથ મલિંગાને ધક્કો મારતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ લસિથ મલિંગા સાથે હાથ પણ મિલાવ્યો ન હતો અને તેની અવગણના કરતો જોવા મળ્યો હતો. હાર્દિકના બેહુદા વર્તનથી લસિથ મલિંગાનો ચહેરા પર ઉદાસી છવાયેલી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ વીડિયોએ ચકચાર જગાવી છે


હાર્દિક પંડ્યા લસિથ મલિંગાને ધક્કો મારીને આગળ વધે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ છોડીને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યા સતત ક્રિકેટ ચાહકોના ગુસ્સાનો સામનો કરી રહ્યો છે. આઈપીએલ 2024 સીઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેની પ્રથમ બે મેચમાં સતત 2 હારનો સામનો કરવો પડ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ દ્વારા પરાજય મળ્યો હતો. તો બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો અને અત્યાર સુધી તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અંગે પણ વ્યાપક ટીકા થઈ રહી છે.