IPL 2022: દિલ્લીની હાર પર રિષભ પંતે કહ્યું- કોરોના-વોરોના કંઈ નહીં, ધોની ભૈયા કી ટીમ છા ગઈ !

|

May 09, 2022 | 7:35 AM

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું. હારનું માર્જીન નાનું નહોતું. દિલ્લીને આ 91 રનથી હાર મળી હતી. ચેન્નાઈ (CSK)ની ટીમને તેની આ મોટી જીતનો ફાયદો થયો કે તેનો રનરેટ પ્લસમાં આવ્યો.

IPL 2022: દિલ્લીની હાર પર રિષભ પંતે કહ્યું- કોરોના-વોરોના કંઈ નહીં, ધોની ભૈયા કી ટીમ છા ગઈ !
Rishabh Pant
Image Credit source: IPL

Follow us on

IPL 2022 (IPL 2022), ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) 8 મેની સાંજે રમાયેલી મેચમાં દિલ્લી કેપિટલ્સને (Delhi Capitals) હરાવ્યું. હારનું માર્જીન નાનું નહોતું. દિલ્લીને આ 91 રનથી હાર મળી હતી. ચેન્નાઈ (CSK)ની ટીમને તેની આ મોટી જીતનો ફાયદો થયો કે તેનો નેટ રનરેટ પ્લસમાં આવ્યો. હવે સવાલ એ છે કે દિલ્લી કેમ હારી ગયું ? શા માટે તે આટલા મોટા માર્જિનથી હાર્યુ ? જે કહે છે તે ઘણું બધું કહી શકે છે. મેચ પહેલા આ ટીમમાં કોરોના વિસ્ફોટને પણ હારનું કારણ માની શકાય છે. કારણ કે તેની પાસેથી ખેલાડીઓ માનસિક રીતે થોડી ડગમગી ગયા હતા. આ સિવાય ટીમમાં અન્ય અવરોધો પણ રહ્યા. પરંતુ, જ્યારે કેપ્ટન રિષભ પંતને (Rishabh Pant) દિલ્લીની હારનો જવાબ પૂછવામાં આવ્યો ત્યારે તેણે એટલું જ કહ્યું કે, “કોરોનાએ હરાવી નથી, પરંતુ ધોની ભૈયાની ટીમ પાસે પાવર છે.”

ધોની ભૈયાની ટીમ એટલે કે CSK, જેની વાત રિષભ પંત કરી છે. ધોની આ મેચમાં પહેલા બોલિંગ કરવા માંગતો હતો, જે તેણે મેચ પછી કહ્યું હતું. પરંતુ દિલ્લીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પોતાની ટીમને પહેલા બેટિંગ કરવાની તક આપી હતી. ચેન્નાઈએ તક ઝડપી લીધી અને 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા. જવાબમાં દિલ્લીની આખી ટીમ ટાર્ગેટનો પીછો કરતી વખતે 20 ઓવર પણ રમી શકી ન હતી અને 117 રનમાં તો ઓલઆઉટ થઈ ગઈ હતી.

પંતે હાર બાદ કહ્યું- કોરોનાનું કોઈ બહાનું નથી, CSKનું વર્ચસ્વ છે

જો હાર મોટી હતી, તો તેના પર કેપ્ટન રિષભ પંત સામે સવાલ હતો. તેથી આ અંગે પુછતા તેણે શું કહ્યું તે વિગતવાર વાંચો. પંતે કહ્યું, “ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સમગ્ર મેચમાં પ્રભુત્વ ધરાવે છે. તેઓએ અમને દરેક ક્ષેત્રમાં હરાવ્યા છે. આ હાર પછી, હવે અમે ફક્ત આગામી 3 મેચો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તેમ છીએ. જો અમે જીતીશુ તો અમે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકીશું.”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેણે કહ્યું, “એ સ્પષ્ટ છે કે અમારી ટીમમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. આ સિવાય કેટલાકને પેટમાં ઈન્ફેક્શન પણ છે. પરંતુ અમે આ બહાનું બનાવી શકતા નથી. જો અમારે આગળ વધવું હોય તો અમારી રમતમાં સુધારો કરવો પડશે અને મેચ જીતવી પડશે.

Next Article