IPL 2022 : કોલકાતા-મુંબઈ મેચમાં ખેલાડીઓએ નિયમો તોડ્યા, નીતિશ રાણાને દંડ, જસપ્રિત બુમરાહને ઠપકો મળ્યો

|

Apr 07, 2022 | 2:05 PM

KKR vs MI IPL 2022:કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પેટ કમિન્સની ઈનિંગને કારણે KKRએ શાનદાર જીત નોંધાવી હતી. આ દરમિયાન નીતિશ રાણા અને જસપ્રિત બુમરાહ(Jasprit Bumrah)થી અનેક ભૂલ થઈ હતી.

IPL 2022 : કોલકાતા-મુંબઈ મેચમાં ખેલાડીઓએ નિયમો તોડ્યા, નીતિશ રાણાને દંડ, જસપ્રિત બુમરાહને ઠપકો મળ્યો
કોલકાતા-મુંબઈ મેચમાં ખેલાડીઓએ નિયમો તોડ્યા, નીતિશ રાણા પર દંડ, જસપ્રિત બુમરાહને ઠપકો મળ્યો
Image Credit source: PTI

Follow us on

IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણા (Nitish Rana Fined) ને મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ 2022ની મેચ દરમિયાન લેવલ વનના ગુના બદલ તેની મેચ ફીના 10 ટકા દંડ અને ઠપકો આપવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના વરિષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)ને તે જ મેચ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. બુધવાર (6 એપ્રિલ) ના રોજ યોજાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સ (KKR vs MI) ને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આઈપીએલની પ્રેસ રીલીઝમાં જો કે કયા નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અખબારી યાદી મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સના નીતિશ રાણાને પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો અને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. રાણાએ આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 1 નો ગુનો અને સજા સ્વીકારી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

KKR એ MI ને હરાવ્યું

 

બુમરાહ માટે માત્ર ઠપકો મળ્યો

બુમરાહના કેસમાં કોઈ નાણાકીય દંડ લગાવવામાં આવ્યો ન હતો અને તેને માત્ર ચેતવણી આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું, ‘મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રિત બુમરાહને પુણેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. બુમરાહે આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 1નો ગુનો અને સજા સ્વીકારી છે.

મેચમાં શું થયું

IPL 2022ની 14મી મેચમાં, કોલકાતાએ લક્ષ્યનો પીછો કર્યો અને પાંચ વિકેટે જીત મેળવી. તેણે પેટ કમિન્સની 15 બોલમાં અણનમ 56 રનની રેકોર્ડ ઇનિંગ્સ પર 24 બોલ બાકી રહેતા મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું. KKR ટોચના ક્રમના બેટ્સમેનોને નિયમિત સમયગાળા પર આઉટ થવાથી સંઘર્ષ કરી રહ્યું હતું પરંતુ કમિન્સે આવતાની સાથે જ તમામ સમીકરણો બદલી નાખ્યા.

તેણે તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા અને માત્ર 14 બોલમાં અડધી સદી પૂરી કરીને કેએલ રાહુલના IPLમાં સૌથી ઝડપી અર્ધશતકના અગાઉના રેકોર્ડની બરાબરી કરી. તેણે ડેનિયલ સામ્સની એક ઓવરમાં 35 રન બનાવ્યા, જે આઈપીએલની બીજી સૌથી મોંઘી ઓવર છે. કેકેઆરની ચાર મેચોમાં આ ત્રીજી જીત છે. આ જીત સાથે KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : Gujarat: ભાજપે પીએમ મોદીનો ‘ન્યૂ ઈન્ડિયા’ સંદેશ લગભગ ત્રણ લાખ યુવાનો સુધી પહોંચાડવાની કરી તૈયારી, કાર્યકરો 20 દિવસમાં 80 વિધાનસભા બેઠકોને આવરી લેશે

Next Article