IPL 2022 : અર્જુન તેંડુલકર ફરી એક વાર ડેબ્યૂ ચૂક્યો, જાણો કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું

|

May 22, 2022 | 12:43 PM

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL )માં પદાર્પણ કરવા માટે ફરી એક વર્ષ રાહ જોવી પડશે. IPL 2021 પછી IPL 2022 માં પણ અર્જુન તેંડુલકરને એક પણ મેચ રમવાની તક મળી નથી.

IPL 2022 : અર્જુન તેંડુલકર ફરી એક વાર ડેબ્યૂ ચૂક્યો, જાણો કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું
અર્જુન તેંડુલકર ફરી એક વાર ડેબ્યૂ ચૂક્યો
Image Credit source: : Twitter

Follow us on

IPL 2022: ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનો પુત્ર અને મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર ફરી એકવાર ડેબ્યૂથી ચુકી ગયો. MI તેને છેલ્લી બે સિઝનથી ટીમમાં લઈ રહ્યા છે, પરંતુ તે માત્ર નેટ બોલર તરીકે જ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની લીગની છેલ્લી મેચમાં પણ કેપ્ટન રોહિત શર્માને તેના પર વિશ્વાસ નહોતો. અર્જુનને એક પણ તક ન આપવા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું?

કેપ્ટન રોહિત શર્માએ ટોસ પછી કહ્યું, “અમે સારું પ્રદર્શન કર્યું છે અને લક્ષ્યનો પીછો કરવા માંગીએ છીએ.   અમે છેલ્લી કેટલીક મેચોમાં ભવિષ્ય પર નજર રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જીત મહત્વપૂર્ણ છે કારણ કે તે આત્મવિશ્વાસ આપે છે. અમે આ સિઝનને ઉચ્ચ સ્તરે સમાપ્ત કરવા માંગીએ છીએ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

કેપ્ટને કહ્યું કે, ડેવાલ્ડ બ્રેવિસે ટ્રિસ્ટન સ્ટબ્સની જગ્યા લીધી છે. તે જ સમયે, સંજય યાદવની જગ્યાએ હૃતિક શોકીનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે જ કેપ્ટનનું ધ્યાન મેચ જીતવા પર હોય છે,બીજી તરફ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ પછી કહ્યું, “અમે પહેલા બોલિંગ કરવા માંગતા હતા, પરંતુ ટોસ હારી ગયા.

તમને જણાવી દઈએ કે મેગા ઓક્શનમાં 22 વર્ષીય અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં લીધો હતો. ગત સિઝનમાં પણ અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સની સાથે હતો, ત્યારે મુંબઈએ અર્જુન તેંડુલકરને 20 લાખ રૂપિયામાં પોતાની સાથે લીધો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સીઝનમાં રિષભ પંત (Rishabh Pant) ની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ પ્લેઓફમાં જવાનું સ્વપ્ન ગુમાવ્યું હતું. શનિવારે તેને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના હાથે 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ રિષભ પંતના ચહેરા પર પણ નિરાશા જોવા મળી હતી.

ટોસ જીતીને રોહિત શર્મા (Rohit Sharma) એ રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 7 વિકેટ ગુમાવીને 159 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં મુંબઈએ લક્ષ્યનો પિછો શરુ કર્યો હતો. રોહિત શર્માએ ફરી એકવાર નિરાશ કર્યા હતા. તે 2 રનની નાનકડી ઈનીંગ રમીને આઉટ થયો હતો. ઈશાન કિશન (Ishan Kishan), ડેવાલ્ડ બ્રેવિસ અને ટિમ ડેવિડે સારી રમત રમી હતી.

 

Next Article