IPL 2021: વિરાટ કોહલીએ, RCB ટીમના બાયોબબલમાં જોડાવા સાથે જ એક મેસેજ કર્યો શેર, જુઓ

|

Apr 02, 2021 | 9:09 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની શરુઆત આગામી 9મી એપ્રિલ થી થઇ રહી છે. IPL ની 14 મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઇમાં ડિફેન્ડીંગ વિજેતા મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાનારી છે.

IPL 2021: વિરાટ કોહલીએ, RCB ટીમના બાયોબબલમાં જોડાવા સાથે જ એક મેસેજ કર્યો શેર, જુઓ
Virat Kohli

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની શરુઆત આગામી 9મી એપ્રિલ થી થઇ રહી છે. IPL ની 14 મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઇમાં ડિફેન્ડીંગ વિજેતા મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાનારી છે. RCB ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટીમ સાથે બાયોબબલમાં જોડાવા દરમ્યાન એક તસ્વીર સોશિયલ મિડીયામાં શેર કરી છે. અને સાથે જ તેણે એક કેપ્શન પણ લખી છે. કોહલીએ કેપ્શનમાં લખ્યુ હતુ કે, અંતમાં આપ તેઓ છો, જેને તમારે જવાબ આપવાનો છે. વિરાટ કોહલીની આગેવાનીમાં હાલમાં ટીમ ઇન્ડીયા (Team India) ઇંગ્લેંડ સામેની ત્રણેય ફોર્મેટની સિરીઝમાં વિજેતા રહી હતી.

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 3-1 થી ટેસ્ટ સિરીઝ જીતી લીધી હતી. બાદમાં ઇંગ્લેંડને પાંચ મેચોની T20 સિરીઝમાં પણ 3-2 થી હાર આપી હતી. કોહલી એ પાછળની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં પહોંચાડી હતી.. આ વખતે પણ RCB ને પ્લેઓફમાં આગળ લઇ જવા માટે પ્રયાસ સાથે મેદાને ઉતરશે. આ વખતે RCB ની ટીમમાં ગ્લેન મેક્સવેલ, ફિન એલન, મહંમદ અઝહરુદ્દીન અને ડેન ક્રિશ્વન જેવા ખેલાડીઓ છે. જેના થી ટીમ આરસીબી મજબૂત સ્થિતીમાં નજર આવી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોહલીએ IPL માં 192 મેચ રમીને 5878 રન બનાવ્યા છે. આઇપીએલમાં તેના નામે 5 શતક નોંધાયેલા છે અને 39 અર્ધ શતક પણ નોંધાયેલા છે. તે આરસીબીની સાથે ગુરુવાર થી બાયોબલના નિયમ સાથે સામેલ થયો છે. તે જલ્દી થી ટીમની સાથે ટ્રેનીંગ માટે જોડાઇ જવાની આશા છે. કોહલી આરસીબી ની ટીમ સાથે એબી ડી વિલીયર્સ પણ દક્ષિણ આફ્રીકા થી ભારત આવીને ગુરુવારે ટીમના બાયોબબલમાં સામેલ થયો છે.

Next Article