IPL 2021: કોરોનાના વધતા પ્રમાણને લઇને ભારતીય ક્રિકેટરો માટે પણ વેક્સિનેશનનો નિર્ણય

|

Apr 27, 2021 | 7:22 PM

ભારતમાં હાલના સમયમાં કોરોના વાયરસ (Corona Virus) ભયાનક લહેરમાં જોવા મળી રહ્યો છે. અનેક લોકો તેની ચપેટમાં આવી ચુક્યા છે.

IPL 2021: કોરોનાના વધતા પ્રમાણને લઇને ભારતીય ક્રિકેટરો માટે પણ વેક્સિનેશનનો નિર્ણય
BCCI

Follow us on

ભારતમાં હાલના સમયમાં કોરોના વાયરસ (Corona Virus) ભયાનક લહેરમાં જોવા મળી રહ્યો છે. અનેક લોકો તેની ચપેટમાં આવી ચુક્યા છે. અનેક લોકો કોરોને લઇને પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. આવી સ્થિતીમાં ભારત સરકારે 18 વર્ષ થી ઉપરની વયના તમામ લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવવા માટે મંજૂરી આપી છે. આ પ્રક્રિયા આગામી પહેલી મે થી શરુ થનારી છે. આવામાં તમામ ની નજર એવા ક્રિકેટરો પર છે, જે આ સમયે IPL 2021 માં હિસ્સો લઇ રહ્યા છે. આવામાં BCCI આ નિર્ણય ખેલાડીઓ પર છોડી દીધો છે, કે તેઓ વેક્સિન લગાવવા માટે ઇચ્છે છે કે નહી. મિડીયા રિપોર્ટસ મુજબ BCCI ના સુત્રો દ્રારા જણાવાયુ છે કે, પહેલી મે બાદ આ નિર્ણય ખેલાડીઓ પર છે કે તેમણે વેક્સિન લગાવવી છે કે નહી.

સમાચાર સંસ્થાએ સુત્રોના હવાલા થી લખ્યુ હતુ કે, ભારતીય ખેલાડી શનિવાર થી વેક્સિન લગાવી શકે છે. આ નિર્ણય ખેલાડીઓ પર છોડી દેવામાં આવ્યો છે, કે તેમણે વેક્સિન લગાવવી છે કે નહી. સુત્ર ને જ્યારે વિદેશી ખેલાડીઓના સંબંધમાં પુછવામાં આવ્યુ તો જવાબમાં ફક્ત ભારતીય ખેલાડીઓને જ વેક્સિન લગાવવામાં આવશે એમ જણાવ્યુ હતુ.

અનેક ખેલાડીઓ છોડી ચુક્યા છે આઇપીએલ
ભારતમાં કોરોનાની ગંભીર બનેલી સ્થિતીને જોતા કેટલાક ખેલાડીઓ અધવચ્ચે જ ટુર્નામેન્ટ છોડી ચુક્યા છે. દિલ્હી કેપિટલ્સના આર અશ્વિને રવિવૈારે રાતે આઇપીએલ થી બ્રેક લેવાની વાત કહી હતી. તેમણે તેનુ કારણ બતાવતા કહ્યુ હતુ કે, તેનુ પરિવાર હાલના સમયમાં કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. આવા સમયે પોતાના પરિવારની સાથે રહેવા ઇચ્છે છે. રાજસ્થાન રોયલ્સ ના લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્રયુ ટાય પણ આઇપીએલ વચ્ચે છોડીને જઇ ચુક્યા છે. આરસીબી તરફ થી રવિવારે મેચ રમી ચુકેલા ઓસ્ટ્રેલીયાના બે ખેલાડીઓ એડમ ઝંપા અને કેન રિચર્ડસન પણ વ્યક્તિગત કારણોસરનો હવાલો આપીને પરત સ્વદેશ ફર્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વોર્નર અને સ્મીથના નામ પણ પરત લેવા માટેના સમાચાર
એક રિપોર્ટનુસાર દિલ્હી કેપિટલ્સના ખેલાડી સ્ટીવ સ્મીથ અને સનરાઝર્સ હૈદરાબાદ ના કેપ્ટન ડેવિડ વોર્નર ટુર્નામેન્ટ થી નામ પરત લઇ શકે છે. તેઓ બંને પણ ઓસ્ટ્રેલીયા પરત ફરે એવી સંભાવનારાઓ વ્યક્ત થઇ રહી છે. મિડીયા રિપોર્ટસનુસાર વોર્નર અને સ્મીથ સહિતના ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો બોર્ડરો બંધ થવા અગાઉ સ્વદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. એટલુ જ નહી, રિપોર્ટમાં તો એટલે સુધી કહેવામાં આવ્યુ છે કે, માત્ર ક્રિકેટરો જ નહી પરંતુ કોચ, કોમેન્ટેટર સહિતના આઇપીએલમાં હાજર 30 થી વધુ ઓસ્ટ્રેલીયન દિગ્ગજ ભારત થી પરત ફરવા માટે ઇચ્છી રહ્યા છે. કારણ કે ભારતમાં દિન પ્રતિદીન પરિસ્થિતી વિકટ બનતી જઇ રહી છેય હકિકતમાં કોરોનાના વધતા કેસને લઇને ઓસ્ટ્રલેયન સરકાર તમામ બોર્ડર સીલ કરવા પર વિચાર કરી રહી છે. આ દિશામાં અનેક પગલા ભરી રહી છે.

Next Article