IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રોકાણ સ્થળે જ શંકાસ્પદ સટ્ટેબાજો, BCCI એ કરી કાર્યવાહી

|

May 05, 2021 | 8:30 PM

ભારત સહિત વિશ્વમાં જ્યાં પણ ક્રિકેટ રમાતી હોય છે ત્યાં મેચ ફિક્સીંગ અને સટોડીયાઓનો ખતરો મંડરાતો જ રહેતો હોય છે. આવામાં ICC સહિત ક્રિકેટ બોર્ડ પણ પોતાના સ્તરે થી તેની પર બાજ નજર રાખતા હોય છે.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રોકાણ સ્થળે જ શંકાસ્પદ સટ્ટેબાજો, BCCI એ કરી કાર્યવાહી
Sunrisers Hyderabad team

Follow us on

ભારત સહિત વિશ્વમાં જ્યાં પણ ક્રિકેટ રમાતી હોય છે ત્યાં મેચ ફિક્સીંગ અને સટોડીયાઓનો ખતરો મંડરાતો જ રહેતો હોય છે. આવામાં ICC સહિત ક્રિકેટ બોર્ડ પણ પોતાના સ્તરે થી તેની પર બાજ નજર રાખતા હોય છે. જેથી તેને અટકાવી શકાય અને તુરત પગલા પણ ભરાઇ શકે. IPL જેવી મોટી ટુર્નામેન્ટ પર પણ તેનો ખતરો રહેતો હોય છે. આ માટે BCCI ની એન્ટી કરપ્શન યુનિટ દ્રારા સતત ખેલાડીઓ સાથે વાતચીત થતી રહેતી હોય છે. સાથે જ કોઇ પણ પ્રકારની સંદિગ્ધ ઘટનાઓ પર એકશન પણ લેવી પડતી હોય છે.

આઇપીએલ 2021 પર સટ્ટોડીયાઓની નજર પડી હતી. BCCI ના એસીયુ યુનિટ (BCCI ACU) ના વડા એસ એસ ખંડવાવાલા (S S Khandawala) એ આ આંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બે લોકો બનાવટી એક્રેડિટેશન સાથે પકડાયા હતા. જે બંને સટ્ટોડીયાઓ હતા. તો મેદાન પર નો એક સફાઇ કર્મી પણ આ મામલાને લઇને ફરાર થઇ ગયો છે.

દિલ્હી ઉપરાંત મુંબઇની મેચ દરમ્યાન પણ બુકીઓ એક્ટીવ હતી. જોકે એન્ટી કરપ્શન યુનિટ ની સતર્કતાને લઇને કોઇ ગરબડી થઇ શકી નથી. ખંડવાવાલાએ બતાવ્યુ હતુ કે, મુંબઇની મેચો દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ જે હોટલમાં રોકાઇ હતી. જેમાં પણ સંદિગ્ધ રેકોર્ડ વાળા ત્રણ લોકો હતા. તેમના નામ એસીયુની યાદીમાં સામેલ છે. જો કે તેઓ ખેલાડીઓના સંપર્કમાં નથી આવી શક્યા. તેમણે કહ્યુ હતુ કે, જેવી અમને જાણકારી મળી, અમે મુંબઇ પોલીસનો સંપર્ક કર્યો હતો. મુંબઇ પોલીસ કમિશ્નરે તુરત એકશન લીધા હતા અને ત્રણેય ને પકડી લીધા હતા. આમ આ પ્રકારે સટ્ટોડીયાઓની ચાલને નાકામિયાબ કરવામાં આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દિલ્હીમાં સફાઇ કર્મી કરી રહ્યો હતો, પિચ સિડીંગ
ખંડવાવાલા એ આશંકા દર્શાવી હતી કે, આઇપીએલ 2021 દરમ્યાન અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલ મેચોમાં સટ્ટોડીયાઓને એક સફાઇ કર્મચારી ‘પિચ-સિડિંગ’ દ્રારા મદદ કરવામાં આવી રહી હતી. પિચ સિડિગની મદદ થી બોલ બાય બોલ સટ્ટેબાજી કરવામાં આવતી હોય છે. જેમાં મેચ અને ટેલીવિઝન પ્રસારણ વચ્ચેના સમયનો સટ્ટેબાજો ફાયદો ઉઠાવતા હોય છે. મેદાનમાં હાજર વ્યક્તિ સટ્ટોડીયાને ટીવી પ્રસારણ ની ગેપના સમયમાં આગળના બોલ ની સ્થિતી અંગે જાણકારી આપી દેતો હોય છે.

દિલ્હી પોલીસે બે લોકોને ઝડપ્યા છે
ગુજરાત પોલીસ ના પૂર્વ ડીજીપી એસએસ ખંડવાવાલાએ મીડિયા સાથે વાતચીત દરમ્યાન કહ્યુ હતુ, તેમણે કહ્યુ હતુ કે, એસીયુ ના એક અધિકારી એ આ મામલામાં એક વ્યક્તિને પકડ્યા હતા અને તેની જાણકારી દિલ્હી પોલીસને આપવામાં આવી હતી. જે સંદિગ્ધ આરોપી હાલમાં પોતાના બંને મોબાઇલ ફોન છોડીને ભાગી છુટવામાં સફળ રહ્યો છે. એસીયુ એ દિલ્હી પોલીસને આ અંગે ફરિયાદ દર્જ કરાવી છે. અમે દિલ્હી પોલીસના આભારી છીએ કે એસીયુ ની જાણકારી પર તેમણે એક અન્ય મામલામાં સ્ટેડિયમ થી બે લોકોની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસે બે મે એ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ દરમ્યાન નકલી ઓળખપત્ર સાથે બે લોકો ને ઝડપ્યા હતા.

Next Article