IPL 2021: સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીના રોમેન્ટીક અંદાજની તસ્વીર થઈ વાયરલ, મુંબઈ ઈન્ડીયન્સે કરી શેયર

|

Apr 30, 2021 | 8:58 PM

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)ના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)નું બેટ ભલે રાજસ્થાન રોયલ્સ સામે કંઈ ખાસ ચાલી શક્યુ ના હોય. પરંતુ સોશિયલ મીડિયા પર તો તેમની એક તસ્વીરને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.

IPL 2021: સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીના રોમેન્ટીક અંદાજની તસ્વીર થઈ વાયરલ, મુંબઈ ઈન્ડીયન્સે કરી શેયર
Suryakumar Yadav-Devisha Shetty

Follow us on

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)ના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)નું બેટ ભલે રાજસ્થાન રોયલ્સ સામે કંઈ ખાસ ચાલી શક્યુ ના હોય. પરંતુ સોશિયલ મીડિયા પર તો તેમની એક તસ્વીરને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. વાયરલ થવા લાગેલી તેની એક તસ્વીરમાં સૂર્યકુમાર તેની પત્ની દેવિશા શેટ્ટી (Devisha Shetty)ને કાચની પેલે પાર કિસ કરતો નજરે આવી રહ્યો છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બંનેનો આ રોમેન્ટીક અંદાજ ફેંસને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મુંબઈ ઈન્ડીયન્સે સતત બે મેચમાં હાર બાદ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે 7 વિકેટથી જીત મેળવી છે. સૂર્યકુમાર યાદવ અને તેની પત્નીની આ રોમાન્ટીક પળની તસ્વીરને મુંબઈ ઈન્ડીયન્સે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેના પર ફેન્સે પણ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.

 

સૂર્યકુમારનું પ્રદર્શન આઈપીએલની વર્તમાન સિઝનમાં અત્યાર સુધી ખાસ કંઈ જોવા મળ્યુ નથી. તેણે સિઝનમાં રમેલી 6 મેચમાં 170 રન કર્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ જોકે 145નો રહ્યો છે. સૂર્યા પોતાની સારી શરુઆતને મોટી ઈનીંગમાં બદલવામાં નિષ્ફળ રહ્યો છે. આ જ કારણે સૂર્યા ફક્ત એક જ અર્ધશતક કરી શક્યો છે.

 

https://twitter.com/mipaltan/status/1388040424741298176?s=20

 

5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સે આઈપીએલ 2021માં 6 મેચ રમી છે. જેમાં ટીમને ત્રણ મેચમાં જીત અને ત્રણ મેચમાં હાર મળી છે. રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ તરફથી ક્વિન્ટન ડિકોકે જબરદસ્ત બેટીંગ કરતા 70 રનની અણનમ ઈનીંગ રમી હતી.

 

જોકે બેટીંગ ઓર્ડરમાં આગળ મોકલવામાં આવેલા કૃણાલ પંડ્યાએ 26 બોલમાં 39 રનની ઝડપી ઈનીંગ રમીને જીત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે બોલર જસપ્રિત બુમરાહે પણ ખૂબ જ કરકસર ભરી બોલીંગ કરતા ચાર ઓવરમાં 15 રન જ આપ્યા હતા. તેણે એક વિકેટ પણ ઝડપી હતી.

 

આ પણ વાંચો: IPL 2021: રોહિત શર્માના જન્મદિવસને લઈ પત્ની રિતીકાએ તસ્વીર સાથે લખ્યો ખાસ સંદેશો, થયો વાયરલ

Next Article