IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નર બનાવી શકે છે આ મોટો રેકોર્ડ, જાણો

|

Apr 17, 2021 | 8:57 PM

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)ની 9મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડીયન્સ (Sunrisers Hyderabad vs Mumbai Indians) વચ્ચે રમાઈ રહી છે.

IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નર બનાવી શકે છે આ મોટો રેકોર્ડ, જાણો
David Warner

Follow us on

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)ની 9મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડીયન્સ (Sunrisers Hyderabad vs Mumbai Indians) વચ્ચે રમાઈ રહી છે. હૈદરાબાદ સિઝનની તેની બંને મેચ હારી ચુક્યુ છે, જ્યારે મુંબઈ તેની જીતની લયને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યુ છે. રોહિત શર્મા (Rohit Sharma)ની ટીમ મુંબઈએ હૈદરાબાદ સામેની મેચમાં સારી શરુઆત કરી છે. RCB સામે શાનદાર અર્ધશતકીય ઈનીંગ રમનારા ડેવિડ વોર્નર (David Warne) પર ટીમને સારી શરુઆત કરવાની જવાબદારી રહેશે. સાથે જ ડેવિડ વોર્નર પાસે IPLમાં પોતાના નામે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાનો મોકો છે.

 

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે અત્યાર સુધીમાં રમેલી 144 મેચમાં કુલ 49 અર્ધશતક લગાવ્યા છે. તેને 50 અર્ધશતક પુરા કરવા માટે હવે માત્ર એક જ ફિફ્ટીની જરુર છે. વોર્નર આઈપીએલના ઈતિહાસમાં આમ કરનારો પ્રથમ બેટ્સમેન હશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે વોર્નરે ખૂબ સારુ ફોર્મ દર્શાવ્યુ છે. તેણે 37 બોલમાં 54 રનની ઈનીંગ રમી હતી. જોકે, આમ છતાં પણ અંતિમ ઓવરોમાં બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને લઈને ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદનો મિડલ ઓર્ડર આ સિઝનમાં નબળાઈ સાબિત થઈ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

ડેવિડ વોર્નરે અત્યાર સુધીમાં આઈપીએલ કેરિયરમાં 5,311 રન બનાવી ચુક્યો છે. આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ 141.51 રહ્યો છે. વોર્નર આઈપીએલમાં ચાર વખત શતકીય ઈનીંગ પણ રમી ચુક્યો છે. વોર્નરની કેપ્ટનશીપમાં સનરાઈઝર્સ હૈદરાબાદે વર્ષ 2016માં ફાઈનલ મેચમાં આરસીબીને હરાવીને આઈપીએલનું ટાઈટલ પોતાના નામે કર્યુ છે. પાછળની સિઝનમાં ટીમે અંતિમ ચારમાં સ્થાન બનાવી લીધુ હતુ, જોકે બીજી ક્વોલીફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

 

આ પણ વાંચો: MI VS SRH LIVE SCORE IPL 2021 : મુંબઈની સારી શરૂઆત બાદ વિકેટ ત્રીજી વિકેટ પડી, ક્વિન્ટન ડિકોક થયો આઉટ

Next Article