IPL 2021, RR vs KKR: રાજસ્થાન સામે કલકત્તા એ 9 વિકેટે 133 રન કર્યા, ક્રિસ મોરીસની 4 વિકેટ

|

Apr 24, 2021 | 9:34 PM

IPL 2021 ની 18 મી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મુંબઇમાં રમાઇ રહી છે. સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ કલકત્તાને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ.

IPL 2021, RR vs KKR: રાજસ્થાન સામે કલકત્તા એ 9 વિકેટે 133 રન કર્યા, ક્રિસ મોરીસની 4 વિકેટ
Kolkata vs Rajasthan

Follow us on

IPL 2021 ની 18 મી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મુંબઇમાં રમાઇ રહી છે. સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ કલકત્તાને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. કલક્તાએ સિઝનની શરુઆત થી રહેલી તેની સમસ્યા પ્રમાણે ની બેટીંગ ઇનીંગ રમી હતી. નિયમીત રીતે વિકેટો ગુમાવતા ધીમી રન રેટ થી કલકત્તાએ સ્કોર કર્યો હતો. ક્રિસ મોરીસે (Chris Morris) 4 વિકેટ ઝડપી હતી. કલકત્તાએ 20 ઓવરના અંતે 9 વિકેટે 133 રન કર્યા હતા.

કલકત્તા નાઇટ રાઇડર્સ બેટીંગ
રાજસ્થાન સામે પ્રથમ બેટીંગ ઇનીંગ ટોસ હારીને રમનાર કલકત્તાએ નિયમીત વિકેટો ગુમાવી હતી. સિઝનમાં શરઆત થી જ કલકત્તાને ટોપ ઓર્ડરની નિષ્ફળતાની સમસ્યા સતાવે છે, સમસ્યા જારી રહી હતી. ઓપનર શુભમન ગીલ ટીમના 24 રનના સ્કોર પર પ્રથમ વિકેટ રુપે આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 11 રન કર્યા હતા. ઓપનર નિતીશ રાણા 22 રન કરીને આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી એ 26 બોલમાં 36 રન કરીને સ્કોર બોર્ડને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ મુસ્તફિઝુરનો શિકાર થતા આઉટ થયો હતો. સુનિલ નરેન ફરીએકવા ફ્લોપ શો રહ્યો હતો, તે માત્ર 6 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન શૂન્ય રને જ કમનસીબ રીતે રન આઉટ વિકેટ ગુમાવી બેઠો હતો. દિનેશ કાર્તિક 25 રન કરીને આઉટ થયો હતો. આંદ્રે રસેલે 9 રન બનાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રાજસ્થાન રોયલ્સ બોલીંગ
ક્રિસ મોરીસે 4 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 25 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયાએ 4 ઓવર કરીને 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. મુસ્તફીઝુર રહેમાને 4 ઓવરમાં 22 રન આપ્યા હતા સાથે જ એક વિકેટ પણ મેળવી હતી. રાહુલ તેવટીયાએ 3 ઓવરમાં 24 રન આપ્યા હતા. શિવમ દુબેએ એક ઓવર કરીને 5 રન આપ્યા હતા.

Next Article