IPL 2021: રોહિત શર્માની પુત્રીએ હેલમેટ પહેરી ડેડીની સિક્સરની કરી નકલ, મમ્મીએ ઋષભ અંકલ ગણાવી, જુઓ

|

Mar 31, 2021 | 5:23 PM

રોહિત શર્મા (Rohit Sharma)ની દિકરી હવે થોડી મોટી થઈ ચુકી છે. હવે તે બોલવા પણ લાગી ચુકી છે. એટલે સુધી કે હવે તે ક્રિકેટ અને તેના રમાનારા શોટ્સને પણ હવે તે સમજવા લાગી છે.

IPL 2021: રોહિત શર્માની પુત્રીએ હેલમેટ પહેરી ડેડીની સિક્સરની કરી નકલ, મમ્મીએ ઋષભ અંકલ ગણાવી, જુઓ

Follow us on

રોહિત શર્મા (Rohit Sharma)ની દિકરી હવે થોડી મોટી થઈ ચુકી છે. હવે તે બોલવા પણ લાગી ચુકી છે. એટલે સુધી કે હવે તે ક્રિકેટ અને તેના રમાનારા શોટ્સને પણ હવે તે સમજવા લાગી છે. અમે આવુ એમ જ નહીં પરંતુ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ફ્રેંન્ચાઈઝીના સોશિયલ મીડિયા હેંડલ દ્વારા શેર કરવામાં આવેલા તેના વીડિયોને જોયા બાદ કહી રહ્યા છીએ અને જો તમે આ વીડિયો જોશો તો આપનો નજરીયો પણ તેને લઈને કંઈક આવો જ રહેશે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

રોહિત શર્માની પુત્રી સમાયરા (Samayara)નો આ નવો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવવા લાગ્યો છે. ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે, તેનો વીડિયો. જો કે ટ્રેન્ડ પણ કેમ ના કરે, કારણ કે એક બેટી પોતાના બાપની નકલ પણ આટલી સરસ કરી રહી છે તો રોહિત શર્માની પત્નિ રિતીકા સજદેહ (Ritika Sajdeh)એ જેવુ પુછ્યુ કે, ડેડી સિક્સ કેવી રીતે લગાવે છે? તો તેણે પુરો તો નહીં પરંતુ એક મિની પુલ શોટ દ્વારા તેનો જવાબ આપ્યો હતો.

 

બિલકુલ ઋષભ ‘અંકલ’
વીડિયોમાં સમાયરાને મુંબઈ ઈન્ડીયન્સની હેલ્મેટ સાથે જોઈ શકાય છે. તે હેલ્મેટ તેને તેના ડેડી એટલે કે, રોહિત શર્મા પહેરાવે છે. હેલમેટ પહેરાવ્યા બાદ રોહિત શર્મા કહે છે. આ વિકેટકીપર સેમી લાગી રહી છે. આની પર રિતીકા તરત બોલી જાય છે કે, બિલકુલ ઋષભ અંકલ એટલે કે ઋષભ પંત (Rishabh Pant) જેવી.

 

સિઝનની પ્રથમ મેચમાં રોહિત-વિરાટ આમને સામને ટકરાશે
રોહિત શર્મા હાલમાં બાયોબબલમાં છે અને તે હવે ટુંક સમયમાં આઈપીએલ 2021ના અભ્યાસ માટે ઉતરશે. ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2021ની પ્રથમ મેચ રમવાની છે. જે મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાનારી છે. રોહિત શર્મા આઈપીએલના સૌથી સફળ કેપ્ટન અને મુંબઈ ઈન્ડીયન્સ સૌથી સફળ ટીમ છે. આ ટીમે અત્યાર સુધીમાં 5 વખત આઈપીએલ ટાઈટલ જીત્યુ છે. આ વખતે પણ ટીમની નજર ટાઈટલની વિજયી સિક્સર પર રહેશે.

 

આ પણ વાંચો: Cricket: ભારત-પાકિસ્તાન વચ્ચે સિરીઝની અટકળો વચ્ચે બંને દેશની આ ક્રિકેટ ટીમો આમને સામને ટકરાશે, જાણો

Next Article