IPL 2021: રોહિત શર્મા ઓપનિંગ મેચ પહેલા જ પરસેવો વહાવતો જોવા મળ્યો, વિડીયો શેર કરીને બતાવી મહેનત, જુઓ

|

Apr 09, 2021 | 10:06 AM

ભારતમાં ક્રિકેટ નો કુંભ ગણાતા ઇન્ડીયન પ્રિમિયર લીગની 2021 (IPL 2021) સિઝન નો શંખ ફુંકાઇ ચુક્યો છે. આજે શુક્રવારે ઓપનિંગ મેચ મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે ચેન્નાઇમાં ટક્કર જામનારી છે.

IPL 2021: રોહિત શર્મા ઓપનિંગ મેચ પહેલા જ પરસેવો વહાવતો જોવા મળ્યો, વિડીયો શેર કરીને બતાવી મહેનત, જુઓ
Rohit Sharma

Follow us on

ભારતમાં ક્રિકેટ નો કુંભ ગણાતા ઇન્ડીયન પ્રિમિયર લીગની 2021 (IPL 2021) સિઝન નો શંખ ફુંકાઇ ચુક્યો છે. આજે શુક્રવારે ઓપનિંગ મેચ મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે ચેન્નાઇમાં ટક્કર જામનારી છે. IPL 2021 ની ઓપનીંગ મેચ ચેન્નાઇના એમએ ચિદંબરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી છે. આરસીબી પાસે વિસ્ફોટક બેટ્સમેનોનો ખજાનો છે, તો મુંબઇ પાસે પણ અનુભવી પ્લેયર્સની મોટી સેના છે. પોતાની કેપ્ટનશીપમાં બે વાર આઇપીએલ નુ ટાઇટલ જીતી ચુકેલા રોહિત શર્મા (Rohit Sharma) ની નજર પણ જીતની હેટ્રીક લગાવવા પર હશે. રોહિત શર્માએ ઓપનિંગ મેચ પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે જીમમાં ખૂબ પરસેવો વહાવતો નજરે ચઢી રહ્યો છે.

રોહિત શર્મા સામાન્ય રીતે પોતાના જીમ સેશન અને એક્સરસાઇઝને લગતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો શેર કરે છે. મુંબઇ ના કેપ્ટન વિડીયોમાં વેટ ટ્રેનિંગ કરતા નજર આવી રહ્યા છએ. આ સાથે જ તે પોતાના મસલ્સ પર પણ કાર્ય કરતો જોવા મળી રહ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડીયન્સ એ યુએઇમાં રમાયેલી આઇપીએલ 2020 ની ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ ને હરાવીને રેકોર્ડ પાંચ વાર આઇપીએલ ટાઇટલ પોતાના નામે કર્યુ હતુ. મુંબઇ ની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ બાદ લગભગ બીજી એવી ટીમ છે જે ટાઇટલ ડિફેન્ડ કરવામાં સફળ રહશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

IPL 2021ના ઓકશન પહેલા મુંબઇ એ પોતાના મોટાભાગે ખેલાડીઓને રિટેઇન કર્યા છે. તો ટીમ એ ક્રિસ લીન, પિયૂષ ચાવલા જેવા દમદાર ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. કેપ્ટન રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક ના રુપમાં ટીમની પાસે વિસ્ફોટક ઓપનર જોડી પણ મોજૂદ છે. જ્યારે સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશાન પણ આ સિઝનમાં પોતાના પ્રદર્શનને દર્શાવવા માટે ઉત્સાહિત હશે. પંડ્યા બ્રધર્સ અને કિરોન પોલાર્ડની હાજરી મતલબ શાનદાર ફિનીશર છે. બોલીંગમાં જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની જોડી કોઇ પણ બેટીંગ ઓર્ડરને ધ્વસ્ત કરવા માટે દમ ધરાવે છે. પિયૂષ ચાવલા ના આવવા થી પણ સ્પિન વિભાગ હવે ખૂબ સંતુલીત લાગી રહ્યો છે.

Next Article