IPL 2021: રોહિત શર્મા કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે બોલીંગ કરવાની ફિરાકમાં ! કરવા લાગ્યો છે ખૂબ પ્રેકટીશ

|

Apr 13, 2021 | 2:27 PM

IPL 2021 ની પાંચમી મેચ મુંબઇ ઇન્ડીયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Mumbai Indians VS Kolkata Knight Riders) વચ્ચે ચેન્નાઇમાં મેચ રમાશે. આ પહેલા મુંબઇ ઇન્ડીયન્સ ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ નેટમાં પરસેવો વહાવ્યો હતો.

IPL 2021: રોહિત શર્મા કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે બોલીંગ કરવાની ફિરાકમાં ! કરવા લાગ્યો છે ખૂબ પ્રેકટીશ
Rohit Sharma

Follow us on

IPL 2021 ની પાંચમી મેચ મુંબઇ ઇન્ડીયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Mumbai Indians VS Kolkata Knight Riders) વચ્ચે ચેન્નાઇમાં મેચ રમાશે. આ પહેલા મુંબઇ ઇન્ડીયન્સ ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ નેટમાં પરસેવો વહાવ્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપ ધરાવતી મુંબઇ ની ટીમ માટે IPL ની શરુઆત પાછલા વર્ષોની માફક જ સારી રહી નથી. ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ તેની પ્રથમ મેચ હારી ચુક્યુ છે. મુંબઇ નો પ્રથમ મેચમાં જ RCB ની ટીમ સામે 2 વિકેટ થી પરાજય થયો હતો. જોકે કેપ્ટન રોહિત શર્મા ખુજ ટીમને જીતના ટ્રેક પર લાવવા માટે મથવા લાગ્યો છે. આ માટે એમ લાગી રહ્યુ છે તેણે , પોતાની યોજના અમલ માટે પ્રયાસ કરતો હોય એમ રોહિત શર્મા હવે બોલીંગ કરતો પણ જોવા મળ્યો હતો.

આઇપીએલ 2021 માં મુંબઇ ઇન્ડીયન્સ ટીમની બીજી મેચ કલકત્તા સામે છે. કલકત્તા નાઇટ રાઇડર્સ ની આ બીજી મેચ હશે. આ પહેલા કલકત્તા ની ટીમ એ આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ ને 10 રન થી હરાવ્યુ હતુ. હવે બીજી મેચમાં કલકત્તા તેની પોતાની જીતની લય ને જાળવી રાખવા માટે મેદાને ઉતરશે. તો મુંબઇ પણ સિઝનમાં જીતના ટ્રેક પર ગાડી ચડાવવાનો પ્રયાસ સાથે મેદાને ઉતરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોહિત શર્માએ નેટ્સ પર કરી બોલીંગ
એક વાત એ પણ છે કે, જો ઇરાદા મજબૂત હશે તો, સફળતા જરુર મળશે. મુંબઇ ઇન્ડીન્સ ના કેપ્ટન રોહિત શર્મા નેટ્સ પર બોલીંગ કરતા જોઇને લાગ્યુ હતુ કે, પ્લાનીંગ હવે ખૂબ જ ગંભીરતા થી લેવાઇ રહ્યુ છે. ખુદ મુંબઇ ઇન્ડીયન્સ પણ રોહિતની બોલીંગ કરવાની પ્રકટીશનને લઇને હવે દંગ રહી ગયા છે. એટલે જ કદાચ રોહિત શર્માની બોલીંગનો વિડીયો શેર કરવા સાથે તેના બેકગ્રાઉન્ડમાં એક ખાસ ગીત પણ રાખ્યુ છે. જે ગીત છે.. તુમ સે મિલકર હો રહા દિલ કા હાલ ક્યા કરે …

હાર્દિક નહી તો રોહિત ચાલશે
આમ તો બરાબર છે વાત, જો કેપ્ટન રોહિત શર્મા કલકત્તા સામે બોલીંગ કરે છે તો. એવુ તો છે નહી કે તેમાના માટે આ કોઇ નવી બાબત છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે ક્યારેક ક્યારેક બોલીંગ કરી લે છે. આવામાં તે અહી પણ એમ કરે તો શુ વાંધો છે. આમ પણ હાર્દિક પંડ્યા (Hardik Pandya) બોલીંગ કરી નથી રહ્યો, તો કોઇકે તો તેની ખોટ પુરવી પડશે. કદાચ એ પણ હોય રોહિત શર્મા તેના પ્રયાસમાં હશે.

Published On - 2:26 pm, Tue, 13 April 21

Next Article