IPL 2021: રોહિત શર્માના જન્મદિવસને લઈ પત્ની રિતીકાએ તસ્વીર સાથે લખ્યો ખાસ સંદેશો, થયો વાયરલ

|

Apr 30, 2021 | 8:18 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma)નો આજે જન્મદિવસ છે. તેઓ શુક્રવારે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. આઈપીએલ 2021માં તે મુંબઈની આગેવાની કરી રહ્યો છે.

IPL 2021: રોહિત શર્માના જન્મદિવસને લઈ પત્ની રિતીકાએ તસ્વીર સાથે લખ્યો ખાસ સંદેશો, થયો વાયરલ
Rohit Sharma-Ritika Sajdeh

Follow us on

ટીમ ઈન્ડીયા (Team India)ના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma)નો આજે જન્મદિવસ છે. તેઓ શુક્રવારે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. આઈપીએલ 2021માં તે મુંબઈની આગેવાની કરી રહ્યો છે. કોરોનાને લઈને BCCI દ્વારા નિર્મીત પ્રોટોકોલ મુજબ તે હાલમાં બાયોબબલમાં છે. રોહિત શર્માની વાઇફ રિતિકા સજદેહ (Ritika Sajdeh)એ રોહિત શર્માને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે અને રોહિત માટે એક ખાસ મેસેજ પણ શેર કર્યો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોહિત શર્માની પત્ની રિતિકાએ રોહિત અને પુત્રી સમાયરાની તસ્વીર શેર કરતા લખ્યુ હતુ કે, જન્મ દિવસ મુબારક રોહિત. તમારુ અમારા જીવનમાં હોવુ એ જ સારી વાત છે, હું સાચા અર્થમાં કહી શકુ છુ કે વિશ્વ આપની સાથેનું શ્રેષ્ઠ સ્થાન છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કેરિયરની વાત કરવામાં આવે તો, વન ડેમાં તેણે ત્રણ બેવડા શતક લગાવ્યા છે. જે વિશ્વનો એક માત્ર બેટ્સમેન છે.

રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કેરિયરની વાત કરી એ તો રોહિત શર્માએ 227 વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમીને 9,205 રન બનાવ્યા છે. તેના નામે વન ડેમાં 29 શતક, 3 બેવડા શતક અને 43 અર્ધશતક નોંઘાયેલા છે તો 38 ટેસ્ટ મેચમાં તેણે 2,615 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચમાં તેણે 7 શતક અને એક બેવડી શતક તેમજ 12 અર્ધશતક લગાવ્યા છે. આ ઉપરાંત T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરવામાં આવે તો 4 શતક ફટકારનાર વિશ્વનો તે એક માત્ર ખેલાડી છે. તેણે 111 મેચમાં 2,864 રન બનાવ્યા છે.

 

રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડીયન્સે 5 વખત આઈપીએલ ટાઈટલ જીત્યા છે. રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યા હતા. રોહિત શર્માએ આઈપીએલમાં 206 મેચ રમી છે. જેમાં 31.47ની સરેરાશ સાથે 5,445 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેણે એક શતક અને 40 અર્ધશતક ફટકાર્યા છે.

 

આ પણ વાંચો: PBKS VS RCB, LIVE SCORE, IPL 2021: પંજાબની ખરાબ શરૂઆત, પ્રભસિમરનની વિકેટ પડી

Next Article