IPL 2021: સ્વદેશ પરત ફરતા ભારતની આવે છે યાદ, આ વિદેશી પ્લેયરની પત્નીએ, કર્યો ઇમોશનલ મેસેજ

|

May 09, 2021 | 10:44 AM

સાઉથ આફ્રિકા (South Africa) ના વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોક (Quinton Decock) ની પત્નિ સાશા ડિકોક (Sasha Decock) એ ભારત થી પરત ફર્યા બાદ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ શેર કર્યો હતો.

IPL 2021: સ્વદેશ પરત ફરતા ભારતની આવે છે યાદ, આ વિદેશી પ્લેયરની પત્નીએ, કર્યો ઇમોશનલ મેસેજ
Quinton Decock Wife Sasha

Follow us on

સાઉથ આફ્રિકા (South Africa) ના વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોક (Quinton Decock) ની પત્નિ સાશા ડિકોક (Sasha Decock) એ ભારતથી પરત ફર્યા બાદ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ શેર કર્યો હતો. મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમનો હિસ્સો રહેલા ક્વિન્ટન ડી કોકની પત્નિ સાશાએ ભારતમાં કોરોના કહેરને લઇને પોતાના વિચારને શેર કર્યો હતો. તેણે લખ્યુ હતુ કે, આટલા જલદી થી ભારત છોડવાને લઇને દુખી છુ. અમે ભારતની સાથે છીએ, સુરક્ષીત રહો. સાશા તેના પતિ ડી કોક સાથે આઇપીએલ 2021 ના બાયોબબલમાં હતી.

સાશા હાર્લી એ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્રારા મુંબઇ ઇન્ડીયન્સના ભારતીય ક્રિકેટરોની પત્નીઓ સાથે ની તસ્વીર શેર કરી હતી. તેણે પોતાની પોષ્ટમાં લખ્યુ હતુ કે, આટલા જલદી થી ભારતને છોડવાને લઇને દુઃખી છુ. જોકે મુંબઇ ઇન્ડીયન્સ પરિવાર સાથે વિતાવેલો સમય શાનદાર રહ્યો હતો. આ સૌ સ્પેશિયલ લેડીઝને મિસ કરીશ. તેણે ભારતમાં કોરોના સંકટને લઇને લખ્યુ હતુ કે, અમે આ સમયે ભારતની સાથે છીએ, કૃપયા સુરક્ષિત રહો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આઇપીએલ 2021 ના સ્થગીત થવા બાદ વિદેશી ખેલાડી અને સદસ્ય પોત પોતાના દેશ પરત ફરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ અને સદસ્યો એ લોકોમાં થી છે, જે સૌથી પહેલા ભારત છોડીને પોતાના સ્વદેશ પરત ફર્યા હોય. સાશાની પોષ્ટ એ પણ બતાવે છે કે, તે અને તેના પતિ પણ સુરક્ષિત રીતે સ્વદેશ પરત પહોંચી ગયા છે. પ્રોટોકોલ મુજબ તેઓએ ત્યાં હોમ આઇસોલેશનમાં રહેવુ પડશે.

સાઉથ આફ્રિકાના વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોક ની વાત કરીએ તો, તેઓ વર્ષ 2019 થી મુંબઇ ઇન્ડીયન્સ સાથે જોડાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્રારા રિલીઝ કરવા બાદ તે મુંબઇ સાથે જોડાયો હતો. તે મુંબઇ માટે ઓપનર બેટ્સમેનની ભૂમિકા નિભાવે છે. આઇપીએલ 2019 માં ડિકોક એ 529 રન બનાવ્યા હતા. આઇપીએલ 2020 માં તેમના બેટ થી 503 રન નિકળ્યા હતા. આઇપીએલ માં તેણે રાજસ્થાન રોયલ્સ સામે 70 રનની ઇનીંગ રમી હતી.

Next Article