IPL 2021: પેવેલિયન પરત ફરતી વેળા ખુરશી પર આઉટ થવાનો ગુસ્સો ઉતારનાર વિરાટ કોહલી પર રેફરીની કાર્યવાહી

|

Apr 15, 2021 | 3:09 PM

ઇન્ડીયન પ્રિમીયર લીગ 2021 (IPL 2021) ની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઇ હતી. જેમાં હૈદરાબાદ ની ઇનીંગનો નાટકીય અંત આવતા બેંગ્લોરની જીત થઇ હતી.

IPL 2021:  પેવેલિયન પરત ફરતી વેળા ખુરશી પર આઉટ થવાનો ગુસ્સો ઉતારનાર વિરાટ કોહલી પર રેફરીની કાર્યવાહી
Virat Kohli

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ 2021 (IPL 2021) ની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઇ હતી. જેમાં હૈદરાબાદ ની ઇનીંગનો નાટકીય અંત આવતા બેંગ્લોરની જીત થઇ હતી. આ સાથે જ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં પણ ટોપ પર પહોંચી ગયુ છે. RCB એ ટોસ હારીને પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) 29 બોલ રમીને 33 રન બનાવી વિકેટ ગુમાવી હતી. જેસન હોલ્ડરના બોલ પર વિજય શંકર (Vijay Shankar) એ તેનો કેચ ઝડપ્યો હતો. આઉટ થઇને પેવેલિયન પરત ફરવા દરમ્યાન બાઉન્ડ્રી કુશન અને ડગ આઉટમાં ખાલી પડેલી ખુર્શીને જોર થી બેટ વડે હિટ કરી હતી. આ પ્રકારે ગુસ્સો પ્રગટ કરવાને લઇને હવે તેની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. આમ પણ કોહલી ગુસ્સો વ્યક્ત કરતો અનેક વાર નજરે ચઢતો રહેતો હોય છે.

આઇપીએલના એક નિવેદનમાં કહ્યુ હતુ કે, મિસ્ટર કોહલીએ આઇપીએલ કોડ ઓફ કન્ડક્ટ ના લેવલ 1 ઓફેન્સ 2.2 ને એડમિટ કર્યુ છે. કોડ ઓફ કંડકટ ના લેવલ 1 ના ઉલ્લંઘન માટે મેચ રેફરી નો નિર્ણય આખરી નિર્ણય રહેતો હોય છે. વિજય શંકર એ ડાઇવ લગાવીને વિરાટનો કેચ ઝડપ્યો હતો. વિરાટ આ રિતે આઉટ થઇને ખૂબ જ ગુસ્સામાં પેવેલિયન તરફ પરત ફર્યો હતો. આ દરમ્યાન તેણે ખાલી પડેલી ખુરશી પર પોતાનુ બેટ ફટકાર્યુ હતુ. જેનો વિડીયો પણ સોશિયલ મિડીયા પર શેર થયો હતો.

https://twitter.com/AbhilashK95/status/1382347733697060865?s=20

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોહલી આમ પણ મેદાનમાં અનેક વાર ગુસ્સો નિકાળતો જોવા મળતો હોય છે. ફિલ્ડીંગ થી લઇને બેટીંગ દરમ્યાન તેના ગુસ્સા ભર્યા વર્તનને અનેક વાર જોવામાં આવ્યુ છે. આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તાજેતરમાં અંપાયર સામે પણ તે પોતાનુ આવા વર્તનની હરકત દર્શાવી ચુક્યો છે. જેને લઇને ફેંસ પણ તેના આવા વર્તનને લઇને અનેક વાર ચર્ચા કરતા રહે છે.

વિરાટ કોહલી 12.1 ઓવરમાં જ્યારે આઉટ થયો હતો એ સમયે આરસીબીનો સ્કોર 91 રન હતો. ત્યાર બાદ ગ્લેન મેક્સવેલ એ શાનદાર બેટીંગ કરી હતી. ધુંઆધાર 59 રનની ઇનીંગ રમી હતી. આરસીબીનો સ્કોર 149 રન પર પહોંચાડવામાં મેક્સવેલની ભૂમિકા મુખ્ય હતી. જવાબમાં એસઆરએચની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ પર 143 રન જ બનાવી શકી છે. વિરાટ કોહલી ની ટીમ પ્રથમ બે મેચ જીતીને આઇપીએલ 2021 પોઇન્ટ ટેબલમાં ટોપ પર આવી ચુકી છે.

Next Article