IPL 2021 RCBvsRR: રાજસ્થાન અને બેંગ્લોરની ટીમો વચ્ચે આવો જબરદસ્ત છે ઈતિહાસ, જાણો બંને ટીમોની ટક્કરને

|

Apr 22, 2021 | 6:47 PM

ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) એટલે કે આઈપીએલની 14મી સિઝનની 16મી મેચ આજે મુંબઈમાં રમાનારી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Rajasthan Royals vs Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાનાર છે.

IPL 2021 RCBvsRR: રાજસ્થાન અને બેંગ્લોરની ટીમો વચ્ચે આવો જબરદસ્ત છે ઈતિહાસ, જાણો બંને ટીમોની ટક્કરને
Rajasthan vs Bangalore,

Follow us on

ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) એટલે કે આઈપીએલની 14મી સિઝનની 16મી મેચ આજે મુંબઈમાં રમાનારી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Rajasthan Royals vs Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાનાર છે. આઈપીએલના ઈતિહાસને જોવામાં આવે તો મોટેભાગે બંને વચ્ચે મોટેભાગે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. વિરાટ કોહલી (Virat Kohli)ની ટીમ RCB સિઝનમાં તેની ત્રણેય મેચને જીતી ચુક્યુ છે, હવે તેની ચોથી જીત પર નજર ટકી છે તો સંજૂ સેમસન (Sanju Samson) પણ પોતાની ટીમને પ્લેઓફને નજરમાં રાખીને હવે જીતની બાજી રમવા જ પસંદ કરશે.

 

હવે વાત એ પણ જાણી લઈએ કે બંને ટીમો વચ્ચે ખાસ શું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ બંને ટીમોમાં રોયલ શબ્દ લાગેલો છે. આ બંને રોયલ ટીમો હંમેશા એક બીજા પર પલટવાર કરવા માટે જાણિતી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં આઈપીએલ 23 મેચો રમાઈ ચુકી છે. જેમાં બંને ટીમોની હાર જીત બરાબરી પર રહી છે. બંને ટીમો 10-10 મેચો જીતી ચુક્યુ છે. જ્યારે ત્રણ મેચો અનિર્ણિત રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આરસીબી અને રાજસ્થાન વચ્ચેની પાછળની છ મેચોના પરિણામને જોવામાં આવે તો બંને વચ્ચેની એક મેચ અનિર્ણિત રહી હતી. જ્યારે ત્રણ મેચમાં રાજસ્થાન રોયલ્સે બાજી મારી છે. જોકે ગઈ સિઝનમાં બંને મેચને વિરાટ કોહલીની ટીમ બેંગ્લોરે જીતી લીધી હતી. આવામાં આત્મવિશ્વાસનું પ્રમાણ આજે આરસીબી પાસે વધારે હશે. જે પાછળનું કારણ એ પણ છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી બેંગ્લોરની ટીમ આ સિઝનમાં લગાતાર ત્રણ મેચ જીતી ચુકી છે.

 

રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો આઈપીએલ 2021માં પ્રથમ મેચ અંતિમ બોલ પર ગુમાવી હતી. જ્યારે બીજી મેચ રાજસ્થાને જીતી લીધી હતી. ત્રીજી મેચમાં રાજસ્થાન ખૂબ જ ખરાબ રીતે હાર્યુ હતુ. આમ હવે રાજસ્થાન પાસે બે મેચ ગુમાવેલી સ્થિતીમાં જીતના માર્ગે ટીમને પાટે ચઢાવવા માટેનો આજે મોકો છે. જોકે રાજસ્થાન પાસે બેંગ્લોરના વિજય રથને થંભાવી દેવાનો પણ મોકો છે. આ મેચમાં આજે વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે.

 

આ પણ વાંચો: RCB VS RR, LIVE SCORE, IPL 2021 : આજે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે થશે ટક્કર

Next Article