IPL 2021 RCBvsKKR: બેંગ્લોરનો લાગલગાટ ત્રીજો વિજય, કલકત્તાને 38 રને હરાવી શાનદાર જીત મેળવી

|

Apr 18, 2021 | 7:25 PM

આઈપીએલ 2021ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) વચ્ચે ચેન્નાઈમાં રમાઈ હતી. જેમાં RCBનો 38 રને વિજય થયો હતો. RCBએ આ સાથે સળંગ ત્રીજો વિજય સિઝનમાં મેળવ્યો છે. 

IPL 2021 RCBvsKKR: બેંગ્લોરનો લાગલગાટ ત્રીજો વિજય, કલકત્તાને 38 રને હરાવી શાનદાર જીત મેળવી
Team RCB

Follow us on

આઈપીએલ 2021ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) વચ્ચે ચેન્નાઈમાં રમાઈ હતી. જેમાં RCBનો 38 રને વિજય થયો હતો. RCBએ આ સાથે સળંગ ત્રીજો વિજય સિઝનમાં મેળવ્યો છે.  કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને ડિવિલીયર્સે (AB de Villiers) ધમાકેદાર અર્ધશતક ફટકાર્યા હતા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 204 રન ખડક્યા હતા. જેની સામે કલકત્તાએ 8 વિકેટે 166 રન કર્યા હતા. કાયલ જેમીસને 3 અને હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી.

 

કલકત્તા નાઈટ રાઈડર્સની બેટીંગ

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

મોટા પડકાર સામે શરુઆતથી જ આક્રમક રમત રમવી કલકત્તાએ શરુ કરી હતી. પરંતુ નિયમિત અંતરે વિકેટને લઈને કલકત્તાને જીતની રાહ આસાન થઈ શકી નહોતી. શુભમન ગીલની વિકેટના રુપમાં જ બીજી ઓવરમાં 23 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 9 બોલમાં 23 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠી 57 રનના સ્કોર પર બીજી વિકેટના રુપે આઉટ થયો હતો. તેણે 20 બોલમાં 25 રન કર્યા હતા. નિતીશ રાણા 11 બોલમાં 18 રન કરી આઉટ થયો હતો.

 

દિનેશ કાર્તિક ચોથી વિકેટના સ્વરુપે આઉટ થયો હતો, તેને 2 રન જ જોડ્યા હતા. ઈયોન મોર્ગને લડત આપતી રમત રમી હતી, પરંતુ તે પણ 23 બોલમાં 29 રન કરીને વિકેટ ગુમાવી બેસતા કલકત્તાની મુશ્કેલી વધી ચુકી હતી. શાકિબ અલ હસન 25 બોલમાં 26 રન આપીને આઉટ થયો હતો. આંદ્રે રસેલે અંતમાં ઝડપી રમત દર્શાવી હતી. તેણે 20 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 31 રન કર્યા હતા તે હર્ષલના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.

 

રોયલ ચેલેન્જર્સની બેંગ્લોર બોલિંગ

યુઝવેન્દ્ર ચહલે 4 ઓવર કરીને 34 રન આપી 2 વિકેટ ઝડપી હતી. કાય્લ જેમિસને 3 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી. તેણે 41 રન આપ્યા હતા. હર્ષલ પટેલે 4 ઓવર કરી 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવર કરીને 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ગ્લેન મેક્સવેલે 2 ઓવર કરીને 24 રન કર્યા આપ્યા હતા. મંહમદ સિરાજે 3 ઓવર કરીને 17 રન આપ્યા હતા.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ

બેંગ્લોરની શરુઆત આમ તો ખરાબ રહી હતી. ટીમના કેપ્ટન વિરાટ કોહલી 6 બોલમાં 5 રન કરીને જ વરુણ ચક્રવર્તીનો શિકાર થતાં વિકેટ ગુમાવી બેઠો હતો. વન ડાઉન આવેલા રજત પાટીદાર પણ માત્ર એક જ રન કરીને ક્લીન બોલ્ડ થતાં 9 રનના સ્કોર પર જ બેંગ્લોર 2 વિકેટ ગુમાવી બેઠુ હતુ. જોકે બાદમાં ગ્લેન મેક્સવેલે પરિસ્થિતી સંભાળી હતી.

 

દેવદત્ત પડીક્કલ 28 બોલમાં 25 રન કરીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે ધમાકેદાર રમત રમી હતી, તેણે 49 બોલમાં 78 રન ફટકાર્યા હતા, આ દરમ્યાન તેણે 3 છગ્ગા અને 9 ચોગ્ગા લગાવ્યા હતા. એબી ડિવિલીયર્સે પણ શાનદાર રમત દર્શાવી હતી. તેણે મેક્સવેલ સાથે મળીને રમતને આગળ વધારી હતી. ડિવિલીયર્સે અણનમ 34 બોલમાં 76 રન ફટકાર્યા હતા. તેણે 3 છગ્ગા અને 9 ચોગ્ગા લગાવ્યા હતા. કાયલ જેમીશને 4 બોલમાં 11 રન કર્યા હતા.

 

કલકત્તા નાઇટ રાઇડર્સ બોલીંગ

બોલીંગ આક્રમણ શરુઆતમાં સારુ રહ્યા બાદ નિયમિત વિકેટ ઝડપવા માટે કલકત્તાના બોલરોએ સંઘર્ષ કરવો પડ્યો હતો. વરુણ ચક્રવર્તી વિરાટ કોહલીની મહત્વની વિકેટ સાથે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર કરીને 39 રન આપ્યા હતા. પેટ કમિન્સે 4 ઓવર કરીને 34 રન આપ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવર કરીને 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલે 2 ઓવર કરીને 38 રન આપ્યા હતા. હરભજન સિંહે 4 ઓવર કરીને 38 રન આપ્યા હતા, વિકેટ મળી નહોતી.

Next Article