IPL 2021 RCB vs KKR: કલકત્તા સામે બેંગ્લોરે 4 વિકેટે 204 રન ખડક્યા, મેકસવેલ અને ડિવિલયર્સની શાનદાર ફીફટી

|

Apr 18, 2021 | 5:26 PM

આઈપીએલ 2021ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહી છે.

IPL 2021 RCB vs KKR: કલકત્તા સામે બેંગ્લોરે 4 વિકેટે 204 રન ખડક્યા, મેકસવેલ અને ડિવિલયર્સની શાનદાર ફીફટી
Bangalore vs Kolkata,

Follow us on

આઈપીએલ 2021ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઓપનીંગમાં આવેલા વિરાટ કોહલી અને વન ડાઉન આવેલા રજત પાટીદારે (Rajat Patidar) ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. આમ 9 રનના સ્કોર પર જ બે વિકેટ બેંગ્લોરે ગુમાવી દીધી હતી. પરંતુ ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને ડિવીલીયર્સે (AB de Villiers) રમતને સંભાળી લીધી હતી. મેક્સવેલે 49 બોલમાં 78 રન કર્યા હતા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 204 રન ખડક્યા હતા.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

બેંગ્લોરની શરુઆત આમ તો ખરાબ રહી હતી. ટીમના કેપ્ટન વિરાટ કોહલી 6 બોલમાં 5 રન કરીને જ વરુણ ચક્રવર્તીનો શિકાર થતાં વિકેટ ગુમાવી બેઠો હતો. વન ડાઉન આવેલા રજત પાટીદાર પણ માત્ર એક જ રન કરીને ક્લીન બોલ્ડ થતાં 9 રનના સ્કોર પર જ બેંગ્લોર 2 વિકેટ ગુમાવી બેઠુ હતુ. જોકે બાદમાં ગ્લેન મેક્સવેલે પરિસ્થિતી સંભાળી હતી.

 

દેવદત્ત પડીક્કલ 28 બોલમાં 25 રન કરીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે ધમાકેદાર રમત રમી હતી, તેણે 49 બોલમાં 78 રન ફટકાર્યા હતા, આ દરમ્યાન તેણે 3 છગ્ગા અને 9 ચોગ્ગા લગાવ્યા હતા. એબી ડિવિલીયર્સે પણ શાનદાર રમત દર્શાવી હતી. તેણે મેક્સવેલ સાથે મળીને રમતને આગળ વધારી હતી. ડિવિલીયર્સે અણનમ 34 બોલમાં 76 રન ફટકાર્યા હતા. તેણે 3 છગ્ગા અને 9 ચોગ્ગા લગાવ્યા હતા. કાયલ જેમીશને 4 બોલમાં 11 રન કર્યા હતા.

 

કલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગ

બોલીંગ આક્રમણ શરુઆતમાં સારુ રહ્યા બાદ નિયમિત વિકેટ ઝડપવા માટે કલકત્તાના બોલરોએ સંઘર્ષ કરવો પડ્યો હતો. વરુણ ચક્રવર્તી વિરાટ કોહલીની મહત્વની વિકેટ સાથે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર કરીને 39 રન આપ્યા હતા. પેટ કમિન્સે 4 ઓવર કરીને 34 રન આપ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવર કરીને 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલે 2 ઓવર કરીને 38 રન આપ્યા હતા. હરભજન સિંહે 4 ઓવર કરીને 38 રન આપ્યા હતા, વિકેટ મળી નહોતી.

 

 

Next Article