IPL 2021: રવિન્દ્ર જાડેજા 4 કેચ અને મહત્વની 2 વિકેટ ઝડપી દેખાયો અસલ રંગમાં, વિડીયો થયો વાયરલ

|

Apr 20, 2021 | 2:51 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) માં સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ પોતાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને મોઇલ અલી (Moin Ali) એ શાનદાર બોલીંગ કરી હતી.

IPL 2021: રવિન્દ્ર જાડેજા 4 કેચ અને મહત્વની 2 વિકેટ ઝડપી દેખાયો અસલ રંગમાં, વિડીયો થયો વાયરલ
Ravindra Jadeja-Sureh Raina

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) માં સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ પોતાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને મોઇલ અલી (Moin Ali) એ શાનદાર બોલીંગ કરી હતી. આ બંનેની બોલીંગ ને લઇના દમ પર ચેન્નાઇ એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને 45 રન થી હરાવી દીધુ હતુ. ચેન્નાઇ સુપર કિંગ્સ એ આ રીતે ત્રણેય મેચમાં પોતાની બીજી જીત હાંસલ કરી હતી. રાજસ્થાન એ ત્રણ મેચોમાં બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઇ ની આ જીતમાં જાડેજા એ બોલીંગ ઉપરાંત ફિલ્ડીંગ થી પણ કમાલ કર્યો હતો. તેણે મેચ દરમ્યાન 4 કેચ ઝડપ્યા હતા. આ સાથે જ તેણે કેચનો જશ્ન મનાવતા તેનો વિડીયો વાયરલ થયો હતો.

રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં મનન વોહરા, રિયાન પરાગ, ક્રિસ મોરિસ અને જયદેવ ઉનડકટના કેચ ઝડપ્યા હતા. જયદેવનો કેચ ઝડપવા સાથે જ તેણે અનોખા અંદાજમાં કેચનો જશ્ન મનાવ્યો હતો. જાડેજાએ પહેલા તો ચાર આંગળીઓ દેખાડી ઇશારો કર્યો હતો. આ સાથે ડ બાદમાં કાન પર હાથ લગાવીને ફોન લગાડવાનો ઇશારો કરતા હંસી રહ્યો હતો. તેનો આ અંદાજ ફેંસને પણ ખૂબ પસંદ આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મેચમાં ચેન્નાઇ એ ફાફ ડૂ પ્લેસિસ મોઇન અલી અને અંબાતી રાયડૂએ ધુઆધાર રમત રમી હતી. 20 ઓવરમાં નવ વિકેટ પર 188 રનનો લક્ષ્યાંક ચેન્નાઇ એ રાજસ્થાન સામે રાખ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન ના જોસ બટલર ની 49 રનની ઇનીંગ સાથે 143 રન બનાવ્યા હતા. જોકે રાજસ્થાન રનો પિછો કરતા એક સમયે 87 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવીને સારી સ્થિતીમાં હતુ. પરંતુ ત્યાર બાદ મોઇન અવી અમે જાડેજાએ રાજસ્થાનને હારની સ્થિતીમાં લાવી દીધુ હતુ. બટલરને જાડેજાએ ક્લીન બોલ્ડ કર્યો હતો, સાથે જ તે ઓવરમાં શિવમ દુબેની વિકેટ ઝડપી હતી.

Published On - 2:49 pm, Tue, 20 April 21

Next Article