IPL 2021: રાજસ્થાન રોયલ્સ ખેલાડીઓની અછતથી પરેશાન, ખેલાડીઓ ઉધાર લેવા તરસવા લાગ્યુ

|

Apr 27, 2021 | 12:48 PM

ખેલાડીઓની ઇજાઓ અને બાયોબબલ (Biobubble) માં થાકને લઇને IPL થી ખેલાડીઓ દુર થવાની સૌથી મોટી સમસ્યા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ભોગવી રહ્યુ છે. ખેલાડીઓની કમી થી ખૂબ પ્રભાવિત થયેલ રાજસ્થાનની ટીમે હવે અન્ય ટીમો પાસે લોન પર ખેલાડીઓ આપવા માટે આગ્રહ કર્યો છે.

IPL 2021: રાજસ્થાન રોયલ્સ ખેલાડીઓની અછતથી પરેશાન, ખેલાડીઓ ઉધાર લેવા તરસવા લાગ્યુ
Rajasthan Royals

Follow us on

ખેલાડીઓની ઇજાઓ અને બાયોબબલ (Biobubble) માં થાકને લઇને IPL થી ખેલાડીઓ દુર થવાની સૌથી મોટી સમસ્યા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ભોગવી રહ્યુ છે. ખેલાડીઓની કમી થી ખૂબ પ્રભાવિત થયેલ રાજસ્થાનની ટીમે હવે અન્ય ટીમો પાસે લોન પર ખેલાડીઓ આપવા માટે આગ્રહ કર્યો છે. હાલ સુધીમાં રાજસ્થાન રોયલ્સ પાસે હવે માત્ર ચાર જ વિદેશી ખેલાડીઓ રહ્યા છે. જેમાં જોસ બટલર, ક્રિસ મોરિસ, ડેવિડ મિલર અને મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ થાય છે. જ્યારે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટની અડધા થી વધારે મેચ રમવાની બાકી છે. રાજસ્થાન રોયલ્સ એ બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચરને ઇજાને લઇને પહેલા જ ગુમાવ્યા છે. જ્યારે લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્રુય ટાય બાયોબબલના થાકને લઇને આઇપીએલ થી દુર થઇ ગયો છે. સંજૂ સેમસન ની કેપ્ટન શીપ ધરાવતી રાજસ્થાન રોયલ્સની ટીમ અત્યાર સુધીમાં 14 મેચ માં રમાયેલ પાંચ મેચમાં બે જીત અને ત્રણ હાર સાથે છઠ્ઠા સ્થાન પર છે.

આઇપીએલ રમવાની શરતો અનુસાર લોન વિંડો સિઝનની નિર્ધારીત 20 મી મેચ બાદ શરુ થઇ છે. એટલે કે સોમવારે સવારે 9 કલાક થી લોન વિડો શરુ થઇ ગઇ છે. એક ફેન્ચાઇઝીના સીઇઓ એ પુષ્ટી કરતા કહ્યુ હતુ કે, અમારે બે દિવસ પહેલા એક વિનંતી મળી હતી, જેની પર અમે હજુ નિર્ણય નથી કર્યો. ટીમ મેનેજમેન્ટ આની પર કોઇ નિર્ણય કરશે.

એક અન્ય સીઇઓ એ કહ્યુ હતુ કે, અમે એ વાત પર વિચાર કરી રહ્યા છીએ કે, શુ અમે અમારા વધારે સંખ્યાબળ ના ખેલાડીમાંથી એક અથવા બે ખેલાડીને તેમને લોન પર આપી શકીએ છીએ. આઇપીએલ ના નિયમોનુસાર એક ખેલાડી જે લોન સમયની શરુઆત ના સમયે ઓછામાં ઓછી બે મેચ માં પ્લેયીંગ ઇલેવનમાં રમી ચુક્યો હોય અથવા, કન્કશન રિપ્લેશમેન્ટના રુપમાં રમ્યો હોય તો તેને લોન પર આપી શકાય છે. તેને એક સિઝનમાં માત્ર એક જ વખત લોન પર આપી શકાય છે. જે લીગની બાકી રહેલી પૂરી સિઝન માટે હોવુ જોઇએ.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

એ સાથે જ તે પોતાની ઘરેલુ ફેન્ચાઇઝીની સામે નથી રમી શકતો. એક ફેન્ચાઇઝી પોતાના ટીમ થી વધારેમાં વધારે ત્રણ ખેલાડીઓને સિઝન દરમ્યાન એક જ ફેન્ચાઇઝીને આપી શકે છે. જોકે આ સાથે જ ખેલાડીઓની મંજૂરીની પણ જરુરી છે. ઉપરોક્ત સિવાય પણ લોન પર ખેલાડી લેવાને લઇને કેટલાક અન્ય કડક નિયમો પણ લદાયેલા છે. જોકે હાલમાં કોરોનાની વર્તમાન સ્થિતીને લઇને ખેલાડીઓના આઇપીએલ છોડવાને લઇને બીસીસીઆઇ કેટલાક નિયમોમાં રાહત આપી શકે છે.

Next Article