IPL 2021: રાજસ્થાન રોયલ્સ બાંગ્લાદેશમાં ક્રિકેટનાં હિરા શોધવાનું કામ કરશે, ટીમના ચેરમેને આપ્યા સંકેત

|

Mar 06, 2021 | 9:47 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની આગામી સિઝન એપ્રિલ- મે માસ દરમ્યાન રમાનાર છે. આ સાથએ જ IPL ફેન્ચાઇઝીઓ પણ પોત પોતાની તૈયારીઓની શરુઆત અને આયોજન પણ શરુ કરી દીધા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ તો આઇપીએલ ઉપરાંત એક નવા જ વિકલ્પ પર ફોકસ શરુ કર્યુ છે.

IPL 2021: રાજસ્થાન રોયલ્સ બાંગ્લાદેશમાં ક્રિકેટનાં હિરા શોધવાનું કામ કરશે, ટીમના ચેરમેને આપ્યા સંકેત
Rajasthan Royals

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની આગામી સિઝન એપ્રિલ- મે માસ દરમ્યાન રમાનાર છે. આ સાથએ જ IPL ફેન્ચાઇઝીઓ પણ પોત પોતાની તૈયારીઓની શરુઆત અને આયોજન પણ શરુ કરી દીધા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ તો આઇપીએલ ઉપરાંત એક નવા જ વિકલ્પ પર ફોકસ શરુ કર્યુ છે. રાજસ્થાન રોયલ્સના ચેરમેન રંજીત બરઠાકુર (Ranjit Barthakur) એ બાંગ્લાદેશ (Bangladesh) માં ક્રિકેટ એકેડમી ખોલવાની તૈયારીઓ કરી હોવાના સંકેત આપ્યા છે. નજીકના સમયમાં આ અંગે રાજસ્થાન રોયલ્સ આ બાબતે ઘોષણાં પણ કરી શકે છે.

રાજસ્થાન રોયલ્સ ના કેટલાક સદસ્યોની ટીમ દ્દારા બાંગ્લાદેશની મુલાકાત કરવામાં આવી હતી. જ્યાં ટીમએ શેર એ બાંગ્લા સ્ટેડિયમની સુવિધાઓનુ નિરીક્ષણ કર્યુ હતુ. બરઠાકુર એ આ સંદર્ભે કર્યુ હતુ કે, અમે બાંગ્લાદેશમાં રાજસ્થાનની એકડમી ખોલવા માટે ઇચ્છી રહ્યા છીએ. આ અંગે અંતિમ નિર્ણય પર વિચાર ચાલી રહ્યો છે. જોકે અમે આ અંગે ખૂબ ગંભીરતા થી વિચાર કરી રહ્યા છીએ. અમે અમારા સ્કાઉ્ટસને જમીની સ્તર પર ક્રિકેટરોની શોધ કરવા માટે મોકલવા માંગીએ છીએ. જેથી તે પોતાનુ કૌશલ્ય તૈયાર કરી શકે, જેના થી રાજસ્થાન અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તે પ્રતિભા અને કૌશલ્યનો ઉપયોગ કરી શકે.

ચેરમેન બરઠાકુર એ કહ્યુ કે, હું જોઇ રહ્યો છું કે, ક્રિકેટ માટે અમારી પાસે એક્સચેન્જ કાર્યક્રમ કેવી રીતે થઇ શકે છે. કલકત્તા નાઇટ રાઇડર્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડીયન જેવી ટીમોએ પાછળના કેટલાક વર્ષમાં બાંગ્લાદેશ ના ખેલાડીઓ પર પણ દાવ અજમાવી ચુક્યા છે. અમારી નજર પણ બાંગ્લાદેશના ખેલાડીઓ પર પડી રહી છે. તે ખેલાડીઓ કઠીન સ્થિતીમાં રમે છે. સાથે જ કહ્યુ હતુ કે, મુસ્તાફિઝુર રહેમાન ને રાષ્ટ્રીય ટીમના બદલે આઇપીએલ માં રમવા માટે દબાણ સર્જવાના પક્ષમાં નથી. તેને રાજસ્થાને એક કરોડ રુપિયામાં આ સિઝન માટે ખરિદ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article