IPL 2021: રાજસ્થાન રોયલ્સે સવાલ પૂછ્યો ચાહકોને અને રવિન્દ્ર જાડેજાએ જવાબ આપી મજા લીધી

|

Mar 11, 2021 | 10:06 AM

ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટીમમાં પરત ફરવા માટે હાલમાં ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે. તેણે બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકડમી (NCA) માં રિહૈબ કાર્યક્રમ પણ શરુ કર્યો હતો. જાડેજાને ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન અંગૂઠા પર ઇજા પહોંચી હતી.

IPL 2021: રાજસ્થાન રોયલ્સે સવાલ પૂછ્યો ચાહકોને અને રવિન્દ્ર જાડેજાએ જવાબ આપી મજા લીધી
Ravindra Jadeja

Follow us on

ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટીમમાં પરત ફરવા માટે હાલમાં ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે. તેણે બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકડમી (NCA) માં રિહૈબ કાર્યક્રમ પણ શરુ કર્યો હતો. જાડેજાને ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન અંગૂઠા પર ઇજા પહોંચી હતી. જેને લઇને તેણે સર્જરી પણ કરવી પડી હતી. ઇજાને લઇને તે ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી ચુક્યો હતો અને હવે તે T20 શ્રેણી માટે પણ હિસ્સો નથી. આ દરમ્યાન જાડેજા સોશિયલ મિડીયામાં એક કોમેન્ટને લઇને ચર્ચામાં છવાયેલો રહ્યો હતો. IPL ની ફેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોષ્ટ શેર કરી હતી. જેમાં પૂછવામાં આવ્યુ હતુ કે 2025માં વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ હશે. આ સવાલના જવાબમાં જાડેજાએ મસ્ત પ્રતિક્રિયા આપી હતી.

જાડેજાએ તે સવાલ નો જવાબ પણ મસ્ત અદાંજ થી પાઠવ્યો હતો. ક્રિકેટ વિશ્વના કોઇ અન્ય ખેલાડીનુ નામ કહેવાને બદલે જાડેજાએ પોતાનુ જ નામ ધરી દીધુ. 2025માં પોતે જ શ્રેષ્ઠ હોવાનુ કહી દેતા ફેંસ પણ પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા હતા. કોમેન્ટમાં રવિન્દ્ર જાડેજાએ પોતાનુ નામ રવિન્દ્ર જાડેજા લખીને ઇમોજી મુકી હતી. બાદમાં રાજસ્થાન રોયલ્સના એડમિન એ જાડેજાની આ કોમેન્ટને પિન કરી દીધી હતી અને કહ્યુ ચર્ચા અહી જ ખતમ થાય છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જાડેજાએ ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટ રમી હતી અને બાદમાં તે અંતિમ ટેસ્ટ મેચ ને રમી શક્યો નહોતો. બ્રિસબેનમાં અંતિમ ટેસ્ટ મેચ રમાઇ હતી. જેમાં ભારતે જીત મેળવીને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટેસ્ટ શ્રેણી 2-1 થી જીતી લીધી હતી. સિડની ટેસ્ટ ડ્રો પર રહી હતી. જેમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન ઓસ્ટ્રેલીયા સામે કર્યુ હતુ જાડેજાએ પ્રથમ ઇનીંગમાં 4 વિકેટ ઝડપી હતી અને 28 રનની અણનમ ઇનીંગ રમી હતી.

Rajasthan Royals

રવિન્દ્ર જાડેજા ભારત માટે અત્યાર સુધીમાં 51 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. 168 વન ડે મેચ રમી ચુક્યો છે. જ્યારે 50 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમ્યો છે. આ દરમ્યાન તેણે ટેસ્ટ મેચમાં 1954 રન બનાવી ચુક્યો છે. તે 220 વિકેટ ઝડપી ચુક્યો છે વન ડે માટે તેણે 2411 રન બનાવ્યા છે. સાથે જ 188 વિકેટ ઝડપી છે. T20 માં તેણે 39 વિકેટ અને 217 રન બનાવ્યા છે.

Published On - 10:05 am, Thu, 11 March 21

Next Article