IPL 2021 Purple Cap: હર્ષલ પટેલ લાંબા સમયથી આ રેસમાં મોખરે છે, આવેશ ખાન બીજા સ્થાને

|

Oct 05, 2021 | 10:31 AM

હર્ષલ નંબર વન પર છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો આવેશ ખાન બીજા સ્થાને છે, પરંતુ તેની અને હર્ષલ વચ્ચે વિકેટનો તફાવત ઘણો ઉંચો છે. હાલમાં, પર્પલ કેપ આરસીબીના હર્ષલ પટેલના માથા પર છે.

IPL 2021 Purple Cap: હર્ષલ પટેલ લાંબા સમયથી આ રેસમાં મોખરે છે, આવેશ ખાન બીજા સ્થાને
Harshal Patel

Follow us on

IPL 2021 Purple Cap: આઈપીએલ 2021 નો બીજો તબક્કો હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આ સિઝનમાં, એક બોલર શરૂઆતથી અત્યાર સુધી તબાહી મચાવી રહ્યો છે.

આ સિઝનમાં તેના નામે હેટ્રિક પણ નોંધાઈ છે અને તે હાલમાં આ સિઝનમાં સૌથી સફળ બોલર છે. તેનું નામ હર્ષલ પટેલ છે. રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમ તરફથી રમતા હર્ષલ પટેલે (Hershal Patel) પોતાની બોલિંગથી તોફાન સર્જ્યું છે. પ્લેઓફમાં માત્ર એક જ સ્લોટ બાકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings), દિલ્હી કેપિટલ્સ અને આરસીબી (RCB)એ પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે.

પ્લેઓફની લડાઈ સિવાય બીજી એક લડાઈ ચાલી રહી છે, તે છે આઈપીએલના ટોચના બોલર બનવાની રેસ. RCBના હર્ષલ પટેલ લાંબા સમયથી આ રેસમાં મોખરે રહ્યા છે. IPL 2021 ની 50 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં CSK ને હારનો સામનો કરવો પડ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

4 ઓક્ટોમ્બરની મેચ બાદ પર્પલ કેપ (Purple Cap) ટેલીમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ હર્ષલ પટેલ તેમના સ્થાને યથાવત છે. ઘણા બોલરો તેને પડકારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પંજાબનો મોહમ્મદ શમી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

આ કેપ કેવી રીતે મેળવવી

હર્ષલ (Hershal Patel) પ્રથમ નંબરે છે, જ્યારે દિલ્હી કેપિટલ્સના આવેશ ખાન બીજા સ્થાને છે, પરંતુ તેની અને હર્ષલ વચ્ચે વિકેટનો તફાવત ઘણો ઉંચો છે. IPL રમનાર દરેક બોલર શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કરે છે. આઈપીએલમાં પર્પલ કેપ એકમાત્ર એવોર્ડ છે, જે કંઈ પણ કહ્યા વગર કોઈની પણ સફળતાની ગાથા કહે છે. સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને અંતે આ કેપ મળે છે. ઉપરાંત, પર્પલ કેપ (Purple Cap) માટેના દાવેદારો ટુર્નામેન્ટ દરમિયાન બદલાતા રહે છે.

હર્ષલ પર્પલ કેપની રેસમાં આગળ છે

પર્પલ કેપ તે બોલરને આપવામાં આવે છે જેણે ટુર્નામેન્ટ દરમિયાન દરેક મેચ બાદ એકંદરે સૌથી વધુ વિકેટ લીધી હોય. હાલમાં આ કેપ આરસીબીના હર્ષલ પટેલના માથા પર છે. તેણે 12 મેચમાં 26 વિકેટ લીધી છે. આઈપીએલની છેલ્લી સીઝનમાં 17 મેચમાં 30 વિકેટ લેનાર દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના કાગિસો રબાડા (Kagiso Rabada)ના માથા પર પર્પલ કેપ શણગારવામાં આવી હતી.

સિઝનના પહેલા હાફના અંતે, આરસીબીના હર્ષલ પટેલ સાત મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં આગળ હતા. હર્ષલ પટેલ આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડવા માટે ડ્વેન બ્રાવો (32) પર નજર રાખી રહ્યો છે.

આ પર્પલ કેપના ટોચના 5 બોલર છે

1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 12 મેચ, 26 વિકેટ
2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 13 મેચ, 22 વિકેટ
3. મોહમ્મદ શમી (પંજાબ કિંગ્સ) – 13 મેચ, 18 વિકેટ
4. જસપ્રિત બુમરાહ (મુંબઈ ઇન્ડિયન્સ) – 12 મેચ, 17 વિકેટ
5. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) -11 મેચ 16 વિકેટ

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સતત વધી રહ્યા છે ઇંધણના ભાવ, 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

Next Article