IPL 2021: પંજાબના નિકોલસ પૂરને શૂન્ય પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ નોધાવ્યો

|

May 01, 2021 | 1:34 PM

કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ની અણનમ 91 રનની ઇનીંગ અને લેફ્ટ આર્મ સ્પિનર હરપ્રિત બ્રાર (Harpreet Brar) ની કાતિલ બોલીંગ ને લઇને પંજાબ કિંગ્સ (Punjab Kings) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે જીત મેળવી હતી.

IPL 2021: પંજાબના નિકોલસ પૂરને શૂન્ય પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ નોધાવ્યો
Nicholas Pooran

Follow us on

કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ની અણનમ 91 રનની ઇનીંગ અને લેફ્ટ આર્મ સ્પિનર હરપ્રિત બ્રાર (Harpreet Brar) ની કાતિલ બોલીંગને લઇને પંજાબ કિંગ્સ (Punjab Kings) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે જીત મેળવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી આ મેચમાં પંજાબએ 20 ઓવરના અંતે પાંચ વિકેટે 179 રનનો સ્કોર બેંગ્લોર સામે રાખ્યો હતો. જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 8 વિકેટ ગુમાવીને 145 રન બનાવી શકી હતી. આ દરમ્યાન પંજાબના નિકોલસ પૂરને (Nicholas Pooran) ખાતુ ખોલાવ્યા વિના જ પરત ફર્યો હતો. તે જેવો બોલર કાઇલ જેમીસન (Kyle Jamieson) ની બોલીંગમાં શાહબાઝ અહેમદ (Shahbaz Ahmed) ને કેચ આપી બેઠો એ સાથે જ પૂરનના નામે એક અણગમતો રેકોર્ડ નોંધાઇ ગયો હતો.

નિકોલસ પૂરન કોઇપણ આઇપીએલ સિઝનમાં સૌથી વધારે વખત શૂન્ય પર વિકેટ ગુમાવનારો સંયુક્તરુપે પોતાનુ નામ નોંધાવી ચુક્યો છે. પૂરને આઇપીએલ 2021 માં અત્યાર સુધીમાં ચાર વખત શૂન્ય પર આઉટ થઇને પેવેલિયન પરત ફર્યો છે. આ પહેલા હર્ષલ ગિબ્સ, મિથુન મન્હાસ, મનિષ પાંડે અને શિખર ધવન પણ આ શરમજનક રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવી ચુક્યા છે. નિકોલસ પૂરનની આ સિઝનની રમત જોવામાં આવે તો 0,0,9,0,19 અને 0 રનની ઇનીંગ રમી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ મેચમાં પંજાબ કિંગ્સ એ પહેલા ટોસ હારીને બેટીંગ માટે મેદાને ઉતરવુ પડ્યુ હતુ. કેપ્ટન કેએલ રાહુલ એ 57 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ની મદદ થી 91 રનની જબરદસ્ત ઇનીંગ રમી હતી. પોતાની ટીમ ને 179 રનના સ્કોર સુધી પહોંચાડ્યુ હતુ. રાહુલે ઇનીંગની અંતિમ ઓવર લઇ આવેલા હર્ષલ પટેલ ની બોલીંગમાં 22 રન મેળવ્યા હતા. બેંગ્લોરની તરફ થી કાઇલ જેમિસન એ 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ડેનિયલ સેમ્સ, યુઝવેન્દ્ર ચહલ અને શાહબાઝ અહેમદને એક એક વિકેટ મળી હતી. લક્ષ્યનો પિછો કરતા આરસીબી તરફ થી વિરાટ કોહલી એ સર્વાધીક 35 રનની ઇનીંગ રમી હતી. પંજાબના સ્પિનર હરપ્રિત બ્રાર એ 19 રન આપીને ત્રણ મોટી વિકેટ ઝડપી હતી. તેણે શાનદાર બોલીંગ કરવાને લઇને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

Published On - 1:32 pm, Sat, 1 May 21

Next Article