IPL 2021 Points Table: RCB ટોચના ક્રમ પર યથાવત, મુંબઇને હરાવીને પંજાબે પોઇન્ટ ટેબલમાં લગાવી છલાંગ

|

Apr 24, 2021 | 10:15 AM

આઇપીએલ 2021 ની અત્યાર સુધીમાં 17 મેચ રમાઇ ચુકી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને છોડીને તમામ ટીમોએ હારનો સ્વાદ ચાખ્યો છે.

IPL 2021 Points Table: RCB ટોચના ક્રમ પર યથાવત, મુંબઇને હરાવીને પંજાબે પોઇન્ટ ટેબલમાં લગાવી છલાંગ
Punjab Kings

Follow us on

આઇપીએલ 2021 ની અત્યાર સુધીમાં 17 મેચ રમાઇ ચુકી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને છોડીને તમામ ટીમોએ હારનો સ્વાદ ચાખ્યો છે. બેંગ્લોર અત્યાર સુધીમાં ચાર મેચો રમી ચુક્યુ છે. ચારેય મેચોમાં જીત હાંસલ કરી છે. તો વળી કેટલીક એવી પણ ટીમો છે, જે માત્ર એક જ જીત હાંસલ કરી શકી છે. જોકે હજુ પણ લીગ સ્ટેજની અડધા થી પણ વધારે મેચો હજુ બાકી છે. આમ આવી સ્થિતીમાં હજુ પણ એ કળવુ મુશ્કેલ છે કે, લીગ રાઉન્ડના અંતમાં કઇ ટીમ પ્લેઓફમાં પહોંચી શકશે. શુક્રવારે પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડીયન્સ (Punjab Kings vs Mumbai Indians) વચ્ચે રમાયેલી મેચ બાદ પોઇન્ટ ટેબલમાં થોડોક બદલાવ થયો છે. પંજાબ કિંગ્સ ને આ મેચમાં જીતનો ફાયદો તો થયો છે, સાથે જ સ્થિતીમાં પણ સુધાર થયો છે.

આઇપીએલ ના લીગ રાઉન્ડમાં પોઇન્ટ ટેબલ સૌથી મહત્વની બાબત છે. લીગ બાદ આગળના રાઉન્ડમાં કોણ પ્રવેશ કરશે તે પોઇન્ટ ટેબલ નક્કી કરે છે. ટીમોની કોશિષ પણ એ જ રહેતી હોય છે કે, તે કોઇ પણ પ્રકારે ટોપ ફોર માં બનાવી રાખે. લીગ રાઉન્ડના અંતમાં ટોપ ની ચાર ટીમો પ્લેઓફમાં પહોંચતી હોય છે. તો આ સાથે જ બાકીની ચાર ટીમોનો આઇપીએલ પ્રવાસ પણ અહી જ પુરો થઇ જતો હોય છે. પ્લેઓફની ચાર પૈકીની બે ટીમોને ફાઇનલ મેચમાં પહોંચવાની તક મળે છે. ટોપ ટુ ટીમો ક્વોલીફાયર મેચમાં આમને સામને થતી હોય છે. જેના વિજેતાને સિધો જ ફાઇનલ પ્રવેશ મળતો હોય છે. જ્યારે હારવા વાળી ટીમેને બીજો મોકો મળતો હોય છે. જે ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચેની મેચના વિજેતા નો સામનો કરે છે.

પોઇન્ટ ટેબલનો આ છે હાલ
વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી આરસીબી એ આ વખતે ધમાકેદાર અંદાજથી લીગની શરુઆત કરી છે. આરસીબીની ટીમે તેની ચારેય મેચને જીતી લીધી છે. આ સાથે જ તે 8 પોઇન્ટ સાથે ટોપર ટીમ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ શરુઆત ભલે હારથી કરી હોય પરંતુ તેણે બાકીની તમામ ત્રણેય મેચ જીતીને 6 પોઇન્ટ હાંસલ કર્યા છે. ધોનીની ટીમ પાછળની સિઝનને ભૂલવાના પ્રયાસમાં લાગી છે.

દિલ્હી કેપિટલ્સ પાસે 6 પોઇન્ટ છે. જો કે નેટ રન રેટ ને લઇને તે ચેન્નાઇથી પાછળ છે. ઋષભ પંતની કેપ્ટનશીપમાં ટીમ પોતાના પાછળના વર્ષના પ્રદર્શનને જારી રાખી રહ્યુ છે. પ્રથમ મેચમાં તેણે ચેન્નાઇને ને હરાવી દીધુ હતુ. તેણે ચાર મેચમાંથી ત્રણ મેચ માં જીત હાંસલ કરી છે.

પંજાબ કિંગ્સ સામે હારવા બાદ પણ મુંબઇ ઇન્ડીયન્સ ચોથા સ્થાન પર છે. જોકે તેની નેટ રન રેટમાં ઘટાડો થયો છે. તો આ જીત સાથે પંજાબની ટીમ અંતિમ ક્રમાક પરથી ઉઠીને સીધી જ પાંચમાં સ્થાન પર પહોંચી ગઇ છે.

Next Article