IPL 2021 PBKSvsSRH: પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો 9 વિકેટે શાનદાર વિજય, બેયરિસ્ટોના 63 રન

|

Apr 21, 2021 | 7:06 PM

સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (Sunrisers Hyderabad vs Punjab Kings) વચ્ચે આજે ચેન્નાઈમાં આઈપીએલ 2021ની 14મી મેચ રમાઈ હતી. હૈદરાબાદે મેચને 9 વિકેટે જીતી લીધી હતી.

IPL 2021 PBKSvsSRH: પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો 9 વિકેટે શાનદાર વિજય, બેયરિસ્ટોના 63 રન
Hyderabad vs Punjab

Follow us on

સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (Sunrisers Hyderabad vs Punjab Kings) વચ્ચે આજે ચેન્નાઈમાં આઈપીએલ 2021ની 14મી મેચ રમાઈ હતી. હૈદરાબાદે મેચને 9 વિકેટે જીતી લીધી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતરેલી પંજાબની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલ (KL Rahul)ની ટીમ પંજાબ કિંગ્સ 19.4 ઓવરમાં 120 રન બનાવીને જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં ડેવિડ વોર્નર (David Warner)ની ટીમે 18.4 ઓવરમાં 121 રન કરીને શાનદાર વિજય મેળવ્યો હતો.

 

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આસાન સ્કોરના લક્ષ્ય સામે હૈદરાબાદ ગેલમાં હોય એમ આજે બેટીંગ પાવર દર્શાવ્યો હતો. શરુઆતથી જ ધમાકેદાર રમતની શરુઆત કરી હતી. ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેયરિસ્ટોએ 73 રનની ભાગીદારી રમત રમી હતી. કેપ્ટન વોર્નર 37 બોલમાં 37 રન કરીને વિકેટ ગુમાવી હતી. જોની બેયરિસ્ટોએ શાનદાર ફીફટી લગાવી હતી. તેણે 56 બોલમાં 63 રન કર્યા હતા. કેન વિલિયમસને 19 બોલમાં 16 રન કર્યા હતા.

 

પંજાબ કિંગ્સની બોલીંગ

બેટીંગમાં નિરાશાજનક પ્રદર્શન કરનારી પંજાબની ટીમ બોલીંગમાં પણ એ જ પ્રકારે નિરાશાજનક સ્થિતીમાં જોવા મળી હતી. આસાન લક્ષ્ય આપ્યા બાદ બોલીંગ પ્રદર્શન પણ ખાસ દર્શાવ્યુ નહોતુ. ફેબિયન એલને એક માત્ર વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા અને એક ઓવર મેઈડન કરી હતી. મુરુગન અશ્વિને 4 ઓવર કરીને 22 રન આપ્યા હતા. દિપક હુડ્ડાએ પણ 4 ઓવર કરીને 22 રન આપ્યા હતા. મહંમદ શામીએ 2 ઓવર કરીને 16 રન આપ્યા હતા. અર્શદિપ સિંગે 3.4 ઓવર કરીને 31 રન આપ્યા હતા.

 

પંજાબ કિંગ્સની બેટીંગ

પંજાબ કિંગ્સ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ પંજાબે તેના બેટ્સમેનો પર ભરોસો મુકી લીધેલો દાવ જાણે ખોટો સાબિત થયો હતો. એક બાદ એક તેના બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન કેએલ રાહુલ માત્ર 4 રન, મયંક અગ્રવાલ 25 બોલમાં 22 રન, ક્રિસ ગેઈલ 17 બોલમાં 15 રન, નિકોલસ પૂરણ શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠા હતા. દિપક હુડ્ડાએ 13 અને શાહરુખ ખાને 22 રન બનાવ્યા હતા. આમ એક બાદ એક ઝડપથી વિકેટો ગુમાવતા પંજાબે 120 રનનું આસાન લક્ષ્ય હૈદરાબાદ સામે રાખ્યુ હતુ.

 

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

 

ખલીલ અહેમદે આજે ત્રણ વિકેટ ઝડપી હતી. તેમે 4 ઓવર કરીને 21 રન આપીને જબરદજસ્ત દેખાવ કર્યો હતો. અભિષેક શર્માએ 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર, સિધ્ધાર્થ કૌલ અને રાશિદ ખાને ખએ એક વિકેટ ઝડપી હતી. સનરાઈઝર્સના બોલરોએ આજે પંજાબને શરુઆતથી જ દબાણમાં રાખીને ઓછા સ્કોર માટે નિયંત્રણમાં રાખ્યુ હતુ.

Next Article