IPL 2021 PBKSvsDC: શિખર ધવનના 92 રનની મદદથી પંજાબ સામે દિલ્હીની 6 વિકેટે શાનદાર જીત

|

Apr 18, 2021 | 11:23 PM

આઈપીએલ 2021ની સિઝનની 11મી મેચ મુંબઈમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (Delhi Capitals vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીએ શાનદાર જીત મેળવી હતી. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

IPL 2021 PBKSvsDC: શિખર ધવનના 92 રનની મદદથી પંજાબ સામે દિલ્હીની 6 વિકેટે શાનદાર જીત
Delhi vs Punjab

Follow us on

આઈપીએલ 2021ની સિઝનની 11મી મેચ મુંબઈમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (Delhi Capitals vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીએ શાનદાર જીત મેળવી હતી. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. દિલ્હીના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલે (Mayank Agarwal) ફીફટી ફટકારી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે 4 વિકેટે 195 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં શિખર ધવનના શાનદાર 92 રનની મદદથી લક્ષ્યાંકને પાર પાડવામાં દિલ્હી સફળ રહ્યુ હતુ. પંજાબે 18.2 ઓવરમાં 198 રન કરીને જીત મેળવી હતી.

 

દિલ્હી કેપિટલ્સની બેટીંગ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મોટા પડકારને પાર પાડવા માટે રમતની શરુઆત આક્રમક રીતે કરી હતી. ઓપનર પૃથ્વી શો અને શિખર ધવને 59 રનની ભાગીદારી રમત રમી હતી. પૃથ્વી શોના રુપમાં પ્રથમ વિકેટ દિલ્હી ગુમાવી હતી. શિખર ધવને 49 બોલમાં 92 રનની શાનદાર રમત રમી હતી તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા રમત દરમ્યાન લગાવ્યા હતા. ધવને દિલ્હીને લક્ષ્યાંકનો પીછો કરતા મજબૂત સ્થિતીમાં લાવી મુક્યુ હતુ.

 

સ્ટીવ સ્મિથ 12 બોલમાં 9 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. દિલ્હીએ 107 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. 152 રનના સ્કોર પર ધવનની વિકેટ ગુમાવી હતી. કેપ્ટન ઋષભ પંતે 16 બોલમાં 15 રન કર્યા હતા. માર્કસ સ્ટોઇનીસે 13 બોલમાં 27 રન કર્યા હતા. જ્યારે લલીત યાદવે 6 બોલમાં 12 રન કર્યા હતા. સ્ટોઈનીશ અને યાદવ બંને અણનમ રહ્યા હતા.

 

પંજાબ કિંગ્સની બોલીંગ

જે સ્થિતી દિલ્હીના બોલરોની હતી એ જ સ્થિતી પંજાબના બોલરોની રહી હતી. નિયમિત વિકેટ મેળવવી પંજાબ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ હતી. ઝાય રિચાર્ડસને 4 ઓવર કરીને 2 વિકેટ મેળવી હતી. તેણે 41 રન આપ્યા હતા. રિલે મેરેડિથે 2.2 ઓવર કરીને 35 રન આપી એક વિકેટ ઝડપી હતી. અર્શદિપ સિંહે 3 ઓવર કરીને 22 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 2 ઓવર કરીને 18 રન આપ્યા હતા. મહંમદ શામી આજે પંજાબ માટે નિરાશાજનક રહ્યો હતો. તેણે સૌથી વધુ રન ખર્ચીને એક પણ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો નહોતો. શામીએ 4 ઓવર કરીને 53 રન આપ્યા હતા.

 

પંજાબ કિંગ્સની બેટીંગ

 

સિઝનમાં ઓપનીંગ રમતથી પરેશાન પંજાબ કિંગ્સને આજે રાહત થઈ હતી. કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરુઆત કરીને શતકીય ભાગીદારી રમત રમી હતી. મયંકે ધુંઆધાર બેટીંગ કરતા 36 બોલમાં 69 રનની ઈનીંગ રમી હતી. તેણે 4 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલે 51 બોલમાં 61 રનની રમત રમી હતી, તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા. બંને ઓપનરો રાહુલ અને મયંકે 122 રનની ભાગીદારી રમત રમી હતી.

 

પંજાબે પ્રથમ વિકેટ મયંકના સ્વરુપમાં 122 રનના સ્કોર પર ગુમાવી હતી. બીજી વિકેટ રાહુલના સ્વરુપે 141 રન પુર ગુમાવી હતી. ક્રિસ ગેલના રુપમાં ત્રીજી વિકેટ 158 રને ગુમાવી હતી. ગેઈલે 9 બોલમાં 11 રન કર્યા હતા. નિકોલસ પૂરને 8 બોલમાં 9 રન કર્યા હતા. દિપક હુડ્ડાએ 2 છગ્ગાની મદદથી 13 બોલમાં અણનમ 22 રન કર્યા હતા. જ્યારે શાહરુખ ખાને 5 બોલમાં એક છગ્ગો અને 2 ચોગ્ગા વડે 15 રન કર્યા હતા.

 

દિલ્હી કેપિટલ્સની બોલીંગ

 

દિલ્હીની ટીમે વિકેટ મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. પંજાબના ઓપનરોની ભાગીદારી રમત તોડવી જાણે કે મુશ્કેલ બની ગઈ હતી. કાગિસો રબાડાએ 4 ઓવર કરીને 43 રન આપી એક વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. લુકમાન મારિવાલાએ 3 ઓવર કરીને 32 રન આપ્યા હતા, જ્યારે એક વિકેટ ઝડપી હતી. ક્રિસ વોક્સે 4 ઓવર કરીને એક વિકેટ ઝડપીને 42 રન આપ્યા હતા. આવેશ ખાને 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી 33 રન આપ્યા હતા.

Next Article