IPL 2021: મુથૈયા મુરલીધરનને હોસ્પિટલ ખસેડાયા, અચાનક તબીયત લથડતા ચેન્નાઈમાં દાખલ કરાયા

|

Apr 18, 2021 | 11:00 PM

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધન (Muttiah Muralitharan)ને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ તેમને હ્રદયની બીમારીની સમસ્યા થતાં તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે.

IPL 2021: મુથૈયા મુરલીધરનને હોસ્પિટલ ખસેડાયા, અચાનક તબીયત લથડતા ચેન્નાઈમાં દાખલ કરાયા
Muttiah Muralitharan

Follow us on

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધન (Muttiah Muralitharan)ને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ તેમને હ્રદયની બીમારીની સમસ્યા થતાં તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. તે હાલમાં આઈપીએલની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ચેન્નાઈમાં છે. તે ટીમનો બોલીંગ કોચ છે. આ દરમ્યાન જ તેમને હ્દયની બીમારીની સમસ્યા પેદા થઈ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટનુસાર મુરલીધરનને રવિવારે સાંજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જાણકારી મળી રહી છે કે મુરલીધરનના હાર્ટમાં એક બ્લોકેજ છે. આવી સ્થિતીમાં હવે તેમની સારવાર સ્ટેન્ટ મુકીને કરવામાં આવશે.

 

49 વર્ષીય મુરલીધરન ક્રિકેટના સૌથી સફળ બોલરો પૈકીના એક છે. તેઓએ શ્રીલંકા માટે 133 ટેસ્ટ મેચ અને 350 વન ડે મેચ રમી છે. જેમાં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 800 અને વન ડેમાં 534 વિકેટ ઝડપી હતી. તેઓએ વર્ષ 2011ના વિશ્વકપ બાદ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. તે આઈપીએલમાં પણ રમી ચુક્યા છે. તેઓ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોચ્ચી ટસ્કર્સ કેરલા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો પણ રહી ચુક્યા છે. બાદમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે કોચ રુપે જોડાયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

મુરલીધરને પોતાની કેરિયર દરમ્યાન બોલીંગ એકશનને લઈને પણ વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. તેમની એકશનને અનેકવાર અવૈધ ગણાવવામાં આવી હતી. જોકે તે અંગેના ટેસ્ટ દરમ્યાન તેમને ક્લીન ચીટ મળી હતી. તે પોતાની કેરિયર દરમ્યાન 1,711 દિવસ સુધી નંબર વન ટેસ્ટ બોલર રહ્યા હતા. આ પણ એક રેકોર્ડ છે કે, તેઓ સૌથી લાંબા સમય સુધી નંબર વનના સ્થાન પર રહ્યા હતા.

 

આ પણ વાંચો: DC VS PBKS, Live Score IPL 2021: સદી ચૂક્યો શિખર ધવન, દિલ્હીને ત્રીજો ઝટકો

Next Article