IPL 2021: bio bubbleમા રહેલા ખેલાડીઓ અને મેમ્બરને લગાવેલ ટ્રેકીંગ ડિવાઇસમાં જ હતા લોચા

|

May 04, 2021 | 6:16 PM

મંગળવારે IPLની 14 મી સિઝનને સ્થગીત કરી દેવાનો નિર્ણય BCCI દ્રારા લેવામાં આવ્યો હતો. સોમવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બે ખેલાડી અને મંગળવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના બે ખેલાડીઓ કોરોના સંક્રમિત જણાયા બાદ BCCI એ આ નિર્ણય લીધો હતો.

IPL 2021: bio bubbleમા રહેલા ખેલાડીઓ અને મેમ્બરને લગાવેલ ટ્રેકીંગ ડિવાઇસમાં જ હતા લોચા
IPL

Follow us on

મંગળવારે IPL ની 14 મી સિઝનને સ્થગીત કરી દેવાનો નિર્ણય BCCI દ્રારા લેવામાં આવ્યો હતો. સોમવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બે ખેલાડી અને મંગળવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના બે ખેલાડીઓ કોરોના સંક્રમિત જણાયા બાદ BCCI એ આ નિર્ણય લીધો હતો. સુરક્ષીત ગણાતા બાયોબબલમાં કોરોના સંક્રમણ ઘૂસવાને લઇને આ ચોંકાવનારી બાબત છે. તો સાથે જ બીસીસીઆઇ ની તૈયારીઓને લઇને પણ સવાલો પેદા થવા લાગ્યા છે.

BCCI એ ગત વર્ષે UAE માં ટુર્નામેન્ટનુ આયોજન કર્યુ હતુ. જે સમયે બાયોબબલમાં રહેલા ખેલાડીઓની ગતિવિધી ને ટ્રેક કરવા માટે GPS ડિવાઇસ (FOB) ફરજીયાત કરવામાં આવી હતી. જે ખેલાડીઓ પહેરવાની હતી. આ વખતે પણ આ જ પ્રકારેન બાયોબબલ હેઠળના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સહીતના સભ્યોને માટે GPS ડીવાઇસ ફરજીયાત બનાવાઇ હતી. જોકે જાણકારી મુજબ આ ડિવાઇસ ખૂબ નિમ્ન કક્ષાની સાબિત થઇ રહી છે અને ફેન્ચાઇઝીઓની ફરીયાદ છે કે, એક થી બીજા સ્થાને જવા જેવી મુવમેન્ટ પણ યોગ્ય રીતે ટ્રેકીંગ નહોતી કરતી.

યોગ્ય રીતે ડેટા નહોતુ આપી રહ્યુ GPS ડીવાઇસ
મિડીયા રિપોર્ટનુસાર રિસ્ટ બેન્ડ જેવી આ ડિવાઇસ બ્લુટૂથ દ્રારા મોબાઇલ ફોન સાથે એક એપથી જોડાયેલા રહેતી હતી. જેને લઇને કોઇ પણ ખેલાડી કે અન્ય કોઇ પણ સદસ્ય ક્યા જઇ રહ્યો છે, તેનો પૂરો રેકોર્ડ નોંધાતો રહેતો હતો. જેનો ઉપયોગ પણ એટલા માટે જ કરવામાં આવ્યો હતો કે, કોઇ પણ બાયોબબલ મેમ્બર બહાર નિકળેતો તેની તરત જાણકારી મળી જાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બોર્ડ એ ચેન્નાઇ ની એક કંપની થી FOB ડિવાઇસ મેળવી હતી. જો કે તે ફેન્ચાઇઝીઓને પસંદ નહોતી આવી. તેને નિમ્નસ્તરની ગણાવી હતી. રિપોર્ટમાં એક ફેન્ચાઇઝી ના હવાલા થી જણાવાયુ છે કે, તે એક શહેર થી બીજા શહેરમાં પહોંચી ગયા હતા, પરંતુ ડીવાઇસમાં તેનો ડેટા નહોતો આવ્યો. તેમાં પાછળના શહેરની ગતિવિધીની જાણકારી રહી હતી. બીજા શહેરમાં જવા બાદ ડેટા તેમાં ટ્રેક નહોતો થઇ શક્યો. જાણકારી મુજબ, ડીવાઇસની બેટરી ખતમ થઇ ગઇ હતી અને તેને બદલવી પડી હતી.

BCCI ની તૈયારીઓ પર સવાલ
ટ્રેકીંગ ડિવાઇસમાં આ પ્રકારની ક્ષતીઓ BCCI ની તૈયારીઓ પર સવાલો ઉભા કરે છે. એટલા માટે આશ્વર્ય કરવા વાળી બાબત છે, કે પાછળની સિઝનમાં આવી ડીવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે તેની કોઇ ફરિયાદ નહોતી વર્તાઇ. હાલમાં બીસીસીઆઇ ની મુશ્કેલીઓ વધી ચુકી છે, કારણ કે સિઝન સ્થગિત થવાને લઇને હવે તેને પુરી કરવી ખૂબ મુશ્કેલ છે. હવે સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાનારી છે અને આ વચ્ચે ટુર્નામેન્ટનુ આયોજન કરવુ ખૂબ જ મુશ્કેલ બની જશે.

Next Article