IPL 2021: સંજના ગણેશન સાથે લગ્ન બાદ જસપ્રિત બુમરાહ હવે IPL માટે તૈયારીઓમાં જોડાઇ ગયો, બહાર આવ્યો વિડીયો

|

Mar 31, 2021 | 11:08 AM

સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન રચાવ્યા બાદ ટીમ ઇન્ડીયા (Team India) નો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) આંતર રાષ્ટ્રીય ક્રિકેટ થી દુર રહ્યો છે.

IPL 2021: સંજના ગણેશન સાથે લગ્ન બાદ જસપ્રિત બુમરાહ હવે IPL માટે તૈયારીઓમાં જોડાઇ ગયો, બહાર આવ્યો વિડીયો
Jasprit Bumrah

Follow us on

સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન રચાવ્યા બાદ ટીમ ઇન્ડીયા (Team India) નો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહ્યો છે. બંને એ 15 મી માર્ચે ગોવામાં લગ્ન કર્યા હતા અને જ્યાં આ માટે નજીકના લોકો સાથેનો સમારોહ પણ યોજ્યો હતો. જેમાં માત્ર કેટલાક મિત્રો અને નજીકના સગા સંબંધીઓ જ હાજર રાખવામાં આવ્યા હતા. લગ્ન બાદ હવે જસપ્રિત બુમરાહ IPL 2021 ને લઇને તૈયારીઓમાં લાગી ચુક્યો છે. આગામી સિઝનની શરુઆત 9 મી એપ્રિલ થી થનાર છે, જેમાં હવે બુમરાહ કોઇ કસર છોડવા નહી માંગે. તેમની આઇપીએલ ફેન્ચાઇઝી મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) એ પોતાના ઓફીશીયલ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે એકસરસાઇઝ કરી રહ્યો છે.

મુંબઇ ઇન્ડીયન્સ દ્રારા જે વિડિયો શેર કર્યો છે તેની સાથે લખ્યુ છે કે, આ છે તે ટ્વી ટ જેનો સૌ કોઇને હતો ઇંતઝારય બતાવી દઇએ તે આ વિડીયોમાં બુમરાહ વેઇટલિફ્ટીંગ કરી રહ્યો છે. બુમરાહ ના ટીમ સાથે જોડાવવાને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી જારી કરવામાં આવી નથી. બુમરાહ પહેલા કેપ્ટન રોહિત શર્મા સહિત અનેક ખેલાડીઓ મુંબઇ ઇન્ડિયન્સ થી જોડાઇ ચુક્યા છે. જેમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બુમરાહ એ ઇંગ્લેંડ સામે ચોથી ટેસ્ટ માટે BCCI થી રજા માંગી હતી. તેણે વ્યક્તિગત કારણ દર્શાવીને રજાઓ માંગી લીધી હતી. ત્યાર બાદ તેમણે ઇંગ્લેંડ સામે T20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો અને બાદમાં ઇંગ્લેંડ સામેની વન ડે સિરીઝમાં પણ બહાર રહ્યો હતો. બુમરાહ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. બુમરાહ એ 19 ટેસ્ટ, 67 વન ડે અને 49 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

Next Article