IPL 2021 : દુબઈમાં મેચ નિહાળવા જનાર દર્શકો માટે કડક નિયમો,16 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ પ્રવેશ મળશે

|

Sep 19, 2021 | 12:42 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફેઝ -2 આજથી યુએઈમાં શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દુબઈમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ યુએઈમાં આયોજિત આઈપીએલ ફેઝ -2 માં અમુક શરતો સાથે ચાહકો માટે સ્ટેડિયમના દરવાજા ખોલ્યા છે.

IPL 2021 : દુબઈમાં મેચ નિહાળવા જનાર દર્શકો માટે કડક નિયમો,16 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ પ્રવેશ મળશે
ipl 2021 fans below 16 not allowed entry at sharjah stadium

Follow us on

IPL 2021 : આઈપીએલ રૂબરુ જોવા માગતા ચાહકોએ સ્ટેડિયમમાં માસ્ક (Mask) પહેરવાની જરૂર પડશે, સાથે સાથે તેઓએ સોશિયલ ડિસ્ટનનું પણ ધ્યાન રાખવું પડશે. શારજાહ અને અબુ-ધાબીમાં 48 કલાક પહેલાના RT-PCR રિપોર્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવશે, જ્યારે દુબઈમાં RT-PCR જરૂરી નથી. રસી (vaccine)ના બે ડોઝ લેનારાઓને જ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે.

દુબઈમાં રસીના બે ડોઝના પ્રમાણપત્રો સાથે રાખવા જરૂરી છે

દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Dubai International Cricket Stadium)ની મુલાકાત લેતા ચાહકોને રસીના બંને ડોઝ લીધાના પ્રમાણપત્ર સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. ચાહકોએ કોરોનાના તમામ નિયમોનું પણ પાલન કરવું પડશે અને દરેક સમયે માસ્ક પહેરવા પડશે. માત્ર 12 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસીકરણ (Vaccination)ના પુરાવા સાથે મુક્તિ આપવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શારજાહમાં રસીકરણ પ્રમાણપત્ર અને આરટી-પીસીઆર હોવું જરૂરી છે

શારજાહમાં વસ્તુઓ થોડી અલગ છે. 16 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળે. આ સાથે, તેઓએ 48 કલાકમાં કરવામાં આવેલા RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ લાવવો પડશે.  અલ હોસન એપ પર ગ્રીન સ્ટેટસ આવશ્યક છે. આ તમામ બાબતોની સાથે, ચાહકો માટે તેમના રસીકરણ (Vaccination)ના પુરાવા પણ સાથે લાવવા ફરજિયાત છે.

અબુ ધાબીમાં રસીકરણ પુરાવા જરૂરી છે

મેચ જોવા માટે અબુ ધાબી(Abu Dhabi)ના શેખ ઝાયેદ સ્ટેડિયમ જઈ રહેલા લોકોએ રસીકરણના પુરાવા સાથે 48 કલાકમાં કરવામાં આવેલ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ સાથે રાખવો જરૂરી છે. જ્યારે, 12 થી 15 વર્ષની વયના બાળકોને રસીકરણ પુરાવાની જરૂર નથી, પરંતુ તેમના માટે 48 કલાકમાં કરવામાં આવેલા RT-PCR ટેસ્ટનો રિપોર્ટ જરૂરી છે.

આ સાથે, કોરોના ગાઈડલાઈન (Corona guideline)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. પ્રવેશતા પહેલા દરેક વ્યક્તિનું શરીરનું તાપમાન તપાસવામાં આવશે. એકવાર તમે સ્ટેડિયમમાંથી બહાર નીકળ્યા પછી, તમને ફરીથી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. કોરોનાને કારણે 29 મેચ બાદ લીગ સ્થગિત રાખવામાં આવી હતી. બીજા તબક્કામાં, ટીમો ઘણા ફેરફારો અને પડકારો સાથે આવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, બીજા તબક્કામાં માર્ક ટેબલની સ્થિતિ પણ ફરક પાડશે. જે પણ ટીમ આ પડકારોનો સામનો કરી શકશે, તે પ્લેઓફમાં પહોંચી શકશે.

આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની બીજી સીઝનમાં 10 વિદેશી ખેલાડીઓ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. વિરાટ કોહલીની ટીમ RCB માટે વધુમાં વધુ ચાર ખેલાડીઓ IPLમાં ડેબ્યુ કરશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઇ સુપર કિંગ્સ (MI vs CSK) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : Break Point : મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસની સીરિઝનું ટ્રેલર રિલીઝ, ખેલાડીઓના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલશે

Next Article