IPL 2021: પોતાના જ ખેલાડીઓને લઇને બોલ્યા ઇંગ્લીશ કોચ, કહ્યુ આઇપીએલમાં ના રમશો એવુ કહેવુ ખૂબ મુશ્કેલ છે

|

Feb 18, 2021 | 9:38 AM

ભારત સામે બીજી ટેસ્ટ મેચમાં 317 રન થી કારમી હાર સહન કરનાર ઇંગ્લેંડના ખેલાડીઓની રોટેશનની નિતીની ટીકા થઇ રહી છે. આ દરમ્યાન કોચ ક્રિસ સિલ્વરવુડ (Chris Silverwood) એ કહ્યુ છે કે, ખેલાડીઓ થી એ કહેવુ ખૂબ મુશ્કેલ છે કે IPL માં ના રમશો.

IPL 2021: પોતાના જ ખેલાડીઓને લઇને બોલ્યા ઇંગ્લીશ કોચ, કહ્યુ આઇપીએલમાં ના રમશો એવુ કહેવુ ખૂબ મુશ્કેલ છે
અનેક ખેલાડીઓએ ઓસ્ટ્રે્લીયાના બીગબેશ લીગ થી પોતાના નામ પરત લીધા હતા.

Follow us on

ભારત સામે બીજી ટેસ્ટ મેચમાં 317 રન થી કારમી હાર સહન કરનાર ઇંગ્લેંડના ખેલાડીઓની રોટેશનની નિતીની ટીકા થઇ રહી છે. આ દરમ્યાન કોચ ક્રિસ સિલ્વરવુડ (Chris Silverwood) એ કહ્યુ છે કે, ખેલાડીઓથી એ કહેવુ ખૂબ મુશ્કેલ છે કે IPL માં ના રમશો. ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (England and Wales Cricket Board) ના તમામ ફોર્મેટમાં રમનારા ખેલાડીઓ ખાસ કરીને બેન સ્ટોક્સ (Ben Stokes) , જોની બેયરસ્ટો (Johnny Bairstow) અને મોઇન અલી (Moin Ali) ભારત અને શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન રોટેશન નિતીને લઇને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.

સિલ્વરવુડને પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન IPL ને મહત્વ આપવાને લઇને પ્રશ્ન પુછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ખેલાડીઓને હવે સલાહ આપવી એ ખૂબ મુશ્કેલ છે. આપ IPL નથી રમી શકતા જો તમે ફક્ત નંબર જુઓ છો તો, તમે એવમ નથી કહી શકતા. આઇપીએલ T20 વિશ્વમાં એક ટોચની ટુર્નામેન્ટ છે, એટલે જ ખૂબ મુશ્કેલ છે. રોટેશન નિતીને લઇને સ્ટોક્સ અને જોફ્રા આર્ચર શ્રીલંકા પ્રવાસ પર નહોતા ગયા. તો બટલર અને અલી ભારત પ્રવાસ પર ક્રમશઃ પ્રથમ અને બીજી ટેસ્ટ બાદ ઇંગ્લેંડ પરત ફરી ગયા છે. બેયરસ્ટો અને માર્ક વુડ ટીમ સાથે જોડાયા છે. તો આર્ચર સિમીત ઓવરોની સિરીઝ પહેલા ડ સ્વદેશ પરત ફરી શકે છે. જ્યારે બટલર ફરી થી ટીમ સાથે જોડાઇ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઇંગ્લેંડના કોચ ને જ્યારે પુછવામાં આવ્યુ હતુ કે, અનેક ખેલાડીઓએ ઓસ્ટ્રે્લીયાના બીગબેશ લીગ થી પોતાના નામ પરત લીધા હતા. જ્યારે આઇપીએલમાં રમવા માટે ટેસ્ટ મેચોમાં રોટેશન નિતીનો સહારો લેવામાં આવી રહ્યો છે. તો તેમણે કહ્યુ કે, મને નથી લાગતુ કે આ કોઇ મુદ્દો હોઇ શકે. કારણ કે ખેલાડીઓ ટોચના સ્તરની T20 ક્રિકેટ રમવા થી અમને પાયદો થાય છે. આના થી ખેલાડીઓને પણ ઘણો ફાયદો થાય છે. સ્વાભાવિક છે કે,ખેલાડીઓ આ ટુર્નામેન્ટોને લઇને ખુદ મન બનાવતા હોય છે. તેઓ ત્યાં રમવા જાય છે, પરંતુ તેના થી ફાયદો અમને પણ થતો હોય છે.

Next Article