IPL 2021 DCvsRCB: ડિવિલીયર્સના ઝડપી 75 રન સાથે દિલ્હીનો બેંગ્લોર સામે 5 વિકેટે 171 રનનો સ્કોર

|

Apr 27, 2021 | 9:22 PM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ રહેલી મેચમાં દિલ્હી કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

IPL 2021 DCvsRCB: ડિવિલીયર્સના ઝડપી 75 રન સાથે દિલ્હીનો બેંગ્લોર સામે 5 વિકેટે 171 રનનો સ્કોર
Delhi vs Bangalore

Follow us on

આઈપીએલ 2021ની 22મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ રહેલી મેચમાં દિલ્હી કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલી (Virat Kohli) અને દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal)બંને 30 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી બેઠા હતા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 5 વિકટે 171 રન કર્યા હતા.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓપનર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ બંનેએ ઝડપથી પોતાની વિકેટ ગુમાવી હતી, બંને 30 રનના સ્કોર પર બંને એક ઓપનરો પોતાની વિકેટો ગુમાવી હતી. કોહલીએ 12 રન અને પડિક્કલે 17 રન કર્યા હતા. રજત પાટીદારે 22 બોલમાં 31 રન કર્યા હતા.

 

જ્યારે ગ્લેન મેક્સવેલે 20 બોલમાં 25 રન કર્યા હતા. વોશિંગ્ટન સુંદરે 6 રન કર્યા હતા. એબી ડિવિલિયર્સે 42 બોલમાં 75 રન અણનમ ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં ત્રણ સિક્સર સાથે તેણે કુલ પાંચ છગ્ગા લગાવ્યા હતા. ડેનિયલ સેમ્સે 3 રન રન કરી અણનમ રહ્યો હતો.

 

દિલ્હી કેપિટલ્સની બોલીંગ

ઈશાંત શર્માએ 4 ઓવર માં એક મેઈડન ઓવર કરી હતી. તેણે 26 રન આપીને પડિક્કલની વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ 3 ઓવરમાં 27 રન આપી એક વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવર કરીને 24 રન આપી એક વિકેટ ઝડપી હતી. કાગીસો રબાડાએ 4 ઓવરમાં 38 રન આપી એક વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઈનિસે એક જ ઓવરમાં 23 રન આપ્યા હતા.

Next Article