IPL 2021 DC vs MI: અમિત મિશ્રાનું ચક્કર ફરતા મુંબઈના 9 વિકેટે 137 રન, રોહિત શર્માના 44 રન

|

Apr 20, 2021 | 9:28 PM

ચેન્નાઈમાં આજે આઇપીએલ 2021ની 13મી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સ (Mumbai Indians vs Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કર હતી.

IPL 2021 DC vs MI: અમિત મિશ્રાનું ચક્કર ફરતા મુંબઈના 9 વિકેટે 137 રન, રોહિત શર્માના 44 રન
Delhi vs Mumbai

Follow us on

ચેન્નાઈમાં આજે આઇપીએલ 2021ની 13મી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સ (Mumbai Indians vs Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કર હતી. પરંતુ તેનો આ દાવ તેને ફળ્યો નહોતો. મુંબઈની ટીમમાંથી રોહિત શર્મા સિવાયના બેટ્સમેનો નિષ્ફળ નિવડ્યા હતા. દિલ્હીના અમિત મિશ્રા (Amit Mishra)ની ફિરકી સામે મુંબઈની ટીમે મુશ્કેલ સ્થિતીમાં મુકાઈ ગઇ હતી. મુંબઈએ 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 137 રન કર્યા હતા.

 

મુંબઈ ઈન્ડીયન્સની બેટીંગ
ટોસ જીતીને પ્રથમ બેટીંગ ઈનીંગનો દાવ લેવાનો જુગાર મુંબઇને ભારે પડ્યો હોય એવી સ્થિતી સર્જાઈ હતી. રોહિત શર્માના બેટ્સમેનો નિષ્ફળ નિવડ્યા હતા. ઓપનર ક્વિન્ટન ડી કોક ટીમના 9 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. તે એક રન કરીને જ સ્ટોઈનીશનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન રોહિત શર્માએ ઈનીંગને આગળ વધારી હતી. પરંતુ આક્રમક રમતનો અંત પણ બંનેની વિકેટ સાથે જ આવી ગયો હતો.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

7 ઓવરના અંતે 67 રન કરીને સુર્યકુમાર યાદવના રુપમાં મુંબઈ બીજી વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. સૂર્યાએ 15 બોલમાં 24 રન કર્યા હતા. રોહિત શર્માએ 30 બોલમાં 3 છગ્ગા સાથે 44 રન કર્યા હતા. તે 76 ના સ્કોર પર આઉટ થયો હતો. આમ એક સારી રન રેટ પર રન બનાવી રહી હતી ટીમ ત્યારે જ અમિત મિશ્રાની ફિરકી બોલીંગ સામે મુંબઇ એક બાદ એક મહત્વની વિકેટ ગુમાવવા લાગ્યુ હતુ.

 

હાર્દિક પંડ્યા શૂન્ય રને અને કૃણાલ પંડ્યા 1 રન પર જ આઉટ થયા હતા. કિરોન પોલાર્ડ પણ 2 રન કરીને જ આઉટ થઈ ચુક્યો હતો. આમ 86 રને જ 6 વિકેટ મુંબઈએ ગુમાવીને કટોકટીની સ્થિતીમાં આવી ચુક્યુ હતુ. જોકે બીજો છેડો ઈશાન કિશને જાળવી રાખતા નીચલા ક્રમે આવેલા જયંત યાદવ સાથે મળીને તેણે સ્કોરને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. કિશને 28 બોલમાં 26 રન કર્યા હતા. જયંત યાદવે 22 બોલમાં 23 રન કર્યા હતા. રાહુલ ચાહરે 6 રન કર્યા હતા.

 

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

અમિત મિશ્રાએ મુંબઈની આક્રમક રમતને બ્રેક લગાવી દીધી હતી. તેણે રોહિત શર્મા, હાર્દીક પંડ્યા અને કિરોન પોલાર્ડની મહત્વની વિકેટોને પેવેલિયન પરત મોકલી હતી. આ સાથે જ મુંબઈની રમત ધીમી પડી ગઇ હતી. મિશ્રાએ 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. લલીત યાદવે 4 ઓવર કરીને 17 રન આપી એક વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કસ સ્ટોઇનીશે 3 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અશ્વિને 4 ઓવરમાં 30 રન આપ્યા હતા. કાગિસો રબાડાને આજે એક પણ વિકેટ નહોતી મળી, તેણે 3 ઓવર કરીને 25 રન આપ્યા હતા. આવેશ ખાને 2 ઓવર કરીને 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

Next Article