IPL 2021 DC vs KKR: દિલ્હી સામે કલકત્તાના 6 વિકેટે 154 રન, આંદ્રે રસેલના અણનમ 45 રન

|

Apr 29, 2021 | 9:23 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આઇપીએલની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઇ રહી છે.

IPL 2021 DC vs KKR: દિલ્હી સામે કલકત્તાના 6 વિકેટે 154 રન, આંદ્રે રસેલના અણનમ 45 રન
Delhi vs Kolkata

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આઇપીએલની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઇ રહી છે. દિલ્હી ના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કલકત્તાએ આમ તો શરુઆતમાં રનની ગતી જાળવવી હતી પરંતુ એક બાદ એક વિકેટ ગુમાવતા રન ની ગતી ધીમી થઇ ગઇ હતી. શુભમન ગીલ (Shubman Gill) એ 43 રન અને આંદ્રે રસેલે (Andre Russell) ઝડપી 45 રન કર્યા હતા. કલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન કર્યા હતા.

કલકત્તા નાઇટ રાઇડર્સ ની બેટીંગ
શરુઆત કરતા ચોથી ઓવરમાં 25 રને પ્રથમ વિકેટ ઓપનર નિતીશ રાણાની ગુમાવી હતી. તેણે 15 રન કર્યા હતા. ત્યાર બાદ બીજી વિકેટ રાહુલ ત્રિપાઠીની 69 રને ગુમાવી હતી. ત્રિપાઠીએ 19 રન કર્યા હતા. ઇયોન મોર્ગન અને સુનિલ નરેન શૂન્ય રન પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. દિનેશ કાર્તિકે પણ 14 રન કરીને વિકેટ ગુમાવી હતી. આંદ્રે રસેલ એ 27 બોલમાં 45 રન કર્યા હતા, તેણે 4 છગ્ગા લગાવ્યા હતા.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

દિલ્હી કેપિટલ્સની બોલીંગ
અક્ષર પટેલ એ 4 ઓવર માં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. લલિત યાદવે 3 ઓવર કરીને 13 રન આપી 2 વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવર કરીને 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઇનિશ એ એક ઓવર કરીને 7 રન આપી એક વિકેટ ઝડપી હતી. કાગિસો રબાડાએ 4 ઓવર કરીને 31 રન આપ્યા હતા. ઇશાંત શર્માએ 4 ઓવર કરીને 34 રન આપ્યા હતા.

Next Article